મેરાકી – લાગણીઓનું ઘન સ્વરૂપ

મમ્મીના હાથની રસોઈ જેવો સ્વાદ દુનિયામાં બીજે ક્યાંય નથી આવતો. એનું કારણ ખબર છે ? દુનિયાના કોઈપણ સારામાં સારા રેસ્ટોરન્ટમાં જઈએ, તો પણ જમતી વખતે એ ફીલિંગ નથી આવતી, જે સંતોષ મમ્મીના હાથની રસોઈ ખાઈને થાય છે. એનું કારણ બહુ સરળ છે. એક બીજું ઉદાહરણ, આપણને બાળપણથી કહેવામાં આવ્યું છે કે કોઈએ ગિફ્ટમાં આપેલી વસ્તુની કિંમત ન જોવાય. ‘ડોન્ટ લૂક એટ ધ પ્રાઈસ, લૂક એટ ધ વેલ્યુ.’ એનું એક માત્ર કારણ છે મેરાકી .

આમ તો આ ગ્રીક વર્ડ છે, પણ એનો ભાવ યુનિવર્સલ છે. મેરાકી નો અર્થ થાય છે – કશુંક પ્રેમથી, લાગણીથી કે આત્માના ઊંડાણમાંથી કરવું. અને એ રીતે બનાવેલી કોઈપણ વાનગી કે ખરીદેલી ગીફ્ટ પર આપનાર વ્યક્તિની લાગણીઓ ટ્રાન્સફર થઈ જાય છે. મેરાકી નો એક અર્થ એવો પણ થાય કે કોઈ વસ્તુમાં આપણો એક અંશ રહી જવો. મમ્મી જ્યારે રસોઈ બનાવે છે, ત્યારે એ રસોઈની અંદર અજાણતા જ એ પોતાનો એક ટુકડો મૂકી આવતી હોય છે. આત્માના ઊંડાણથી કરેલા કોઈપણ કામ પર આપણી એનર્જી, આપણા વાઈબ્ઝ, આપણી લાગણીઓ છપાઈ જતી હોય છે. અને એ જ્યારે એના ગ્રાહક, ભાવક કે રીસીવર સુધી પહોંચે છે ત્યારે સામેવાળી વ્યક્તિ એ લાગણીઓ, એનર્જી, પ્રેમ અનુભવી શકે છે. જાદુ છે નહીં ? મેરાકી નો એક અર્થ ‘મેજીક’ પણ થાય. કોઈ વસ્તુ કે પદાર્થ દ્વારા એક વ્યક્તિની લાગણીઓ બીજા વ્યક્તિ સુધી ટ્રાન્સફર કરી શકાય, એ જાદૂ જ તો થયું ને ! હવે સમજાશે, કે કોઈ પ્રિય વ્યક્તિએ આપેલી ગીફ્ટ કેમ આટલી બધી ગમે છે ? કેમ કોઈએ આપેલી સાવ સાદી બોલપેન સાથે પણ આપણને આત્મીયતા કેળવાઈ જાય છે ?

એ વાત નકારી ન શકાય કે આખું જગત ઉર્જા અને તરંગો પર ચાલે છે. આપણામાં રહેલી લાગણીઓ, વિચારો, પ્રેમ કે કોઈપણ ભાવના ઉર્જા કે તરંગો મારફતે બહાર ફેંકાય છે. અને આ વાઈબ્રેશન્સ માધ્યમ શોધતા હોય છે. એ માધ્યમ કોઈપણ હોય શકે. ઘન, પ્રવાહી કે વાયુ.  હજારો કિલોમીટર દૂર રહેલા કોઈને હ્ર્દયપૂર્વક યાદ કરીએ, તો આપણી એ લાગણી પણ એના સુધી પહોંચી જ જતી હોય છે. માનીએ કે ન માનીએ, જે પ્રક્રિયામાં આપણે લીન થઈ જઈએ છીએ, જે પ્રક્રિયા સાથે આપણું એકાકીકરણ થઈ જાય છે, એ પ્રક્રિયા કે પદાર્થ આપણામાં રહેલી ઉર્જાનો સંદેશો વહન કરે છે. જો કોઈના દ્વારા લખાયેલા શબ્દો તમારા સુધી પહોંચ્યા પછી તમારા ઊંડાણમાં ક્યાંક કંપન ઉભું કરે છે, તો એ મેરાકી છે. લેખકે એ શબ્દોમાં પોતાનો આત્મા રેડ્યો છે. કોઈપણ કલા જ્યારે પૂરા પેશન, સમર્પણ અને ધ્યાન સાથે કરવામાં આવે છે ત્યારે એ કલા એના ભાવકના હ્રદય સુધી આપમેળે પહોંચી જતી હોય છે. પ્રેમપૂર્વક કરેલી કોઈપણ વસ્તુમાં અજાણતા જ આપણે આપણી લાગણીઓ છોડી આવતા હોઈએ છીએ અને પછી આપણી ગેરહાજરીમાં પણ એ વસ્તુ,વાનગી કે કલા આપણી ભાવના ટ્રાન્સમીટ કર્યા કરે છે. દિલથી કરેલું કાંઈપણ ક્યારેય વ્યર્થ નથી જતું. બસ, એ પ્રક્રિયામાં ઓગળી જવાની તૈયારી હોવી જોઈએ. આપણા અસ્તિત્વનો એક અંશ એમાં રહી જવો જોઈએ. પછી, એ મેરાકી સર્જ્યા કરશે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “મેરાકી – લાગણીઓનું ઘન સ્વરૂપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: