ઓલ ઓવર અગેઈન

ઓસ્ટ્રિયન લેખક સ્ટેફન ઝ્વેઈગના જીવનમાં બનેલી એક સત્ય ઘટના. ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં ઝ્વેઈગ સૌથી લોકપ્રિય લેખક હતા. પોતાની સાહિત્યિક કારકિર્દીમાં તે સમયે તેઓ શિખર પર હતા. યુરોપના ‘બેસ્ટ-સેલીંગ’ નવલકથાકાર. યહુદીઓ પ્રત્યેના હિટલરના વલણને કારણે ઝ્વેઈગને ઓસ્ટ્રિયા છોડવું પડ્યું અને તેઓ ઈંગ્લેડ ગયા. ઈંગ્લેંડથી અમેરિકા ગયા. અને પછી અમેરિકાથી બ્રાઝિલ. એક મહાન લેખક જેમણે પોતાની જિંદગીના પહેલા પચાસ વર્ષ વૈભવમાં વિતાવ્યા હોય, એમના માટે આ રીતે ભટકતું જીવન ગાળવું કેટલું તકલીફદાયક રહ્યું હશે ? પણ વાસ્તવમાં, જરાય નહીં. એના કારણ પાછળ ઝ્વેઈગની એક આદત જવાબદાર હતી.

પોતાના સારા અને સુખી દિવસો દરમિયાન, ઝ્વેઈગ જેવા કોઈ નવા શહેરના પ્રવાસે જતા, એ શહેરમાં તેઓ એક રસપ્રદ પ્રવૃત્તિ શરૂ કરતા. કામ માંગવાની ! તેઓ સ્થાનિક અખબારમાં છપાયેલી નોકરી અંગેની જાહેરાતો વાચીને, નોકરીની શોધમાં નીકળી પડતા. પોતે એક પ્રસિદ્ધ લેખક અને સમૃદ્ધ યહૂદી હોવા છતાં, તેઓ દરેક નવા શહેરમાં જઈને નોકરી શોધવાનો પ્રયાસ કરતા. એમને કોઈ જોબ ઓફર કરે છે કે નહીં ? બસ એટલું જ ચકાસતા. જેવી કોઈ કંપની એમને નોકરી આપવા તૈયાર થઈ જાય, એટલે તરત જ ઝ્વેઈગ એ નોકરી રીજેક્ટ કરી દેતા અને પછી એ શહેરમાં નિરાંતે પોતાની ટ્રીપ એન્જોય કરતા. તેઓ ફક્ત એટલું જ ચકાસતા કે જો આ ક્ષણે મારી પાસેથી બધું છીનવાઈ જાય, તો હું મારું જીવન ‘ઓલ ઓવર અગેઈન’ સ્ટાર્ટ કરી શકું એટલો સક્ષમ છું કે નહીં ? એટલી ખાતરી થઈ જાય, એટલે તેઓ નિરાંતે પોતાના રેગ્યુલર કામ પર લાગી જતા.

સ્ટોઈક ફિલોસોફર સેનેકા પણ આવું જ કરતા. તેઓ મહિનામાં એક દિવસ ‘પોવર્ટી ડે’ એટલે કે ગરીબ દિવસ ઉજવતા. મહિનામાં કોઈ એક દિવસ તેઓ એવી રીતે પસાર કરતા જાણે તેમનું બધું જ છીનવાઈ ગયું હોય. તેઓ પોતાના જૂનામાં જુના કે ફાટી ગયેલા કપડા પહેરતા, સસ્તામાં સસ્તો ખોરાક ખાઈને પેટ ભરતા અને જમીન પર સૂઈ જતા. આ પ્રેક્ટીસ આપણા સૌથી મોટા ડર સાથે ભાઈબંધી કરવા માટેની છે. બધું જ ગુમાવી દેવાનો ડર. ગરીબ થઈ જવાનો ડર. રસ્તા પર આવી જવાનો ડર.

આ પ્રેક્ટીસ એટલા માટે અપાર મહત્વની છે કારણકે કોઈ પરીસ્થિતિ પ્રત્યેના આપણા કલ્પિત ભય કરતા, વાસ્તવમાં એ પરીસ્થિતિ અનેકગણી ઓછી ડરામણી હોય છે. આપણને ડર અનિશ્ચિતતાનો હોય છે. જો એ અનિશ્ચિતતામાં રહેલી ‘વર્સ્ટ પોસીબીલીટી’નો સામનો આપણે ઓલરેડી કરવા લાગીએ, તો એ ડર નીકળી જાય છે. પીડા જેટલી વધારે પરિચિત, તકલીફ એટલી ઓછી. આ પ્રેક્ટીસ દુઃખ આવે, એ પહેલા એની સાથે ફેમીલીયર થવાની છે. દુઃખ સાથે મિત્રતા કરવાની છે. દુર્ભાગ્યથી ભાગવા કરતા, એની સાથે ઓળખાણ કેળવવી, એ દુર્ભાગ્યને નિર્બળ બનાવવાનો સૌથી સરળ ઉપાય છે. ઇન્જેક્શન આપતા પહેલા ડોક્ટર પણ ‘એક સોય વાગશે’ એવું કહીને આપણને પીડા માટે તૈયાર કરે છે. પીડાને હરાવવાનો એક જ માર્ગ છે, પીડાને એન્ટીસીપેટ કરી લેવી. કોરોના આપણું કશું જ બગાડી ન શકે, ઈફ વી આર રેડી ટુ સ્ટાર્ટ ‘ઓલ ઓવર અગેઈન.’

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: