ધાર્યુ ન થાય એવી શુભેચ્છાઓ

જ્યારે પણ નિરાશ હોઉં છું ત્યારે હરિવંશરાયજી બચ્ચનના શબ્દો યાદ કરી લઉં છું કે ‘મન કા હો તો અચ્છા, ન હો તો ઝ્યાદા અચ્છા.’ સપનાઓ તૂટવાનો અવાજ નથી આવતો એ વાત સાચી પણ તૂટેલા સપનાઓના અણીદાર ટુકડાઓ માણસને ઈજાગ્રસ્ત કરી નાખતા હોય છે. સાકાર ન થઈ શકેલું એક સપનું આજીવન આંખો પર બોજ બનીને આંખોની લાએબીલીટી વધારી દેતુ હોય છે. કેટલાય લોકો સપનાઓ જોતા હશે. કશુંક બનવાના કે કોઈકને પામવાના સપનાઓ. પણ ધારો કે એ સાકાર ન થયા તો ?

સદગુરુ જગ્ગી વાસુદેવનો એક સુંદર વિડીયો થોડા સમય પહેલા મને એક મિત્રએ મોકલ્યો જેમાં તેઓ યુવાનોને કહે છે કે ‘તમારા સપનાઓ સાકાર ન થાય એવી શુભેચ્છાઓ.’ આ વાત અને આ વાત પાછળનું લોજીક મને બહુ જ ગમ્યું. જ્યારે જિંદગીમાં આપણે કોઈ લક્ષ્ય નક્કી કરતા હોઈએ છીએ ત્યારે એ લક્ષ્ય સિવાયની બીજી બધી જ શક્યતાઓને આપણે નકારી કાઢતા હોઈએ છીએ. આપણો ગોલ અચીવ કરવામાં એટલા બધા ‘ગોલ ઓરીએન્ટેડ’ બની જતા હોઈએ છીએ કે એ લક્ષ્ય કે એ સપના સિવાયની શક્યતાઓ કે સફળતાઓ વિશે આપણને ખ્યાલ જ નથી રહેતો. આપણે નક્કી કરેલું ધ્યેય જ્યારે સિદ્ધ નથી થતું ત્યારે આપણે એટલા માટે નિરાશ થઈ જતા હોઈએ છીએ કારણકે એ સિવાયની બીજી કોઈ ઉપલબ્ધી આપણને મળી શકે, એ વિશે આપણે અજાણ હોઈએ છીએ.

આ જીવન તક અને શક્યતાઓથી ભરપૂર છે. કઈ ક્ષણે કઈ દિશામાં કયો દરવાજો ખૂલશે ? એની જાણ આપણને કોઈને નથી હોતી. આપણે જોયેલું સપનું ક્યારેક એટલા માટે સાકાર નથી થતું હોતું કારણકે એ બહુ નાનુ હોય છે. જિંદગી જ્યારે સુખ, પ્રસિદ્ધિ અને સફળતા ઓફર કરતી હોય છે ત્યારે આપણે જોયેલા સપનાઓ બહુ વામણા પુરવાર થતા હોય છે.

જો આપણી મરજી પ્રમાણે કશુંક નથી થઈ રહ્યું તો એ આનંદની વાત છે. કારણકે એનો અર્થ એ કે હવે એ કુદરતની મરજી પ્રમાણે થઈ રહ્યું છે. અને કુદરત જ્યારે સરપ્રાઈઝ ગીફ્ટ આપે છે ત્યારે એ આપણી કલ્પના બહારની હોય છે. જો હ્ર્દયપૂર્વક ઈચ્છેલું કશુંક મળે નહીં તો સમજવું કે આપણી માંગણી કરતા આપણી લાયકાત થોડી વધારે છે.

જે ઈચ્છ્યું હોય એ જ પામી જઈએ, એ તો બહુ સાધારણ ઘટના કહેવાય. એ ન મળે તો સમજવું કે કુદરતે રચેલી કોઈ અસામાન્ય અને અસાધારણ ઉપલબ્ધિ આપણી રાહ જુએ છે. બસ, જાતનું સમારકામ ચાલુ રાખવું. ભલે દેખાતા ન હોય, આપણી આસપાસ દરેક જગ્યાએ કુદરતે હાઈ-ડેફીનેશન સીસીટીવી લગાડેલા જ હોય છે. આપણી મહેતન, નિષ્ઠા અને લાયકાત ક્યારેય એળે જવાના નથી. કુદરતના કિચનમાં આપણા માટે ક્યારેક એવી ‘સ્પેશીયલ ડીશ’ બનતી હોય છે, જેનો આપણે ઓર્ડર પણ આપ્યો નથી હોતો. બસ, એ બનતા વાર લાગે છે. ત્યાં સુધી ભૂખ્યા થઈને નિરાશ થવાને બદલે, ‘હેડ શેફ’માં શ્રદ્ધા રાખવી. એ કંઈક એવું બનાવીને આપશે, જે અગાઉ આપણે ચાખ્યું જ નહીં હોય. આફ્ટર ઓલ, કેટલીક સફળતાઓ એવી હોય છે જે મળ્યા પછી ખ્યાલ આવે છે કે આ તો મેન્યુ કાર્ડમાં હતી જ નહીં.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

9 thoughts on “ધાર્યુ ન થાય એવી શુભેચ્છાઓ

  1. ખુબ સરસ સર,

   “જો હ્ર્દયપૂર્વક ઈચ્છેલું કશુંક મળે નહીં તો સમજવું કે આપણી માંગણી કરતા આપણી લાયકાત થોડી વધારે છે.”

   પણ સર આ સમયની journey ખુબ દુખદાયક હાેય છે,
   એવુ પણ બને કે હ્ર્દયપૂર્વક હાર સ્વીકારી ગેર લાયક ઠરીએ….

   Like

 1. પ્રત્યેક ક્ષણ અસ્તિત્ત્વની કૃપાનો જ અહેસાસ છે, આપ અત્યંત સરળ શૈલીમાં અભિવ્યક્તિ કરો છો.

  Liked by 1 person

 2. Dr Nimitt oza,
  You are a very talented, artistic, straightforward humanbeing
  Your writings are long elaborated, but indeed well explained & result orientated.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: