તું પાર્લરમાં કેમ જતી નથી ?

સફેદ થયેલા બધા જ વાળ તું કાળા કરાવી નાખ,

વોટ્સ એપના DPમાં મારો નહિ, તારો જ એક ફોટો રાખ.

તું તો બધું જ કરી શકે છે.

તારા ચહેરા પર પડેલી કરચલીઓ ઉપર ઈસ્ત્રી કેમ ફેરવતી નથી ?

મમ્મી, યાર તું પાર્લરમાં કેમ જતી નથી ?

તારી ઉંમર ભલે વધી હોય પણ જિંદગીના કેટલાય વર્ષો તું જીવી નથી,

ઘરની ચિંતા છોડીને બહાર નીકળ, મમ્મી તું કાંઈ ઘરનું સીસીટીવી નથી.

સમયની ધૂળને ચહેરા પરથી એકવાર તું કઢાવી તો જો,

કોઈ કાયદાકીય ગુનો નહિ નોંધાય, એકવાર તું ફેશિયલ કરાવી તો જો.

ઉંબરે તોરણ બાંધ્યા કરે છે, તો જાતને કેમ શણગારતી નથી ?

મમ્મી, યાર તું પાર્લરમાં કેમ જતી નથી ?

બધા સાથે કરે છે તો થોડું બારગેઈનીંગ તારી ઉંમર સાથે પણ કરી લે.

વાળમાં એક ગુલાબ નાખી દે અને થોડું પોતાની જાત સાથે ફરી લે.

તું મારી ડોમેસ્ટિક બાહુબલી છે. તને વૃદ્ધ થતા જોવી ગમતી નથી.

મમ્મી, યાર તું પાર્લરમાં કેમ જતી નથી ?

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: