એક સર્જનની લવ-સ્ટોરી

વિલિયમ સ્ટુઅર્ટ હોલ્સ્ટેડ અમેરિકન સર્જન હતા. તેમણે બ્રેસ્ટ કેન્સર માટે ‘રેડીકલ મેસ્ટેક્ટમી’ જેવા ઓપરેશનની શોધ કરેલી. આ ઉપરાંત તેમણે Aseptic techniques (એટલે કે ઓપરેશન વખતે દર્દીને ઇન્ફેક્શન ન લાગે એવી દવાઓ અને પદ્ધતિઓ) અને એનેસ્થેસિયા માટે નવી દવાઓની પણ શોધ કરેલી.

બન્યું એવું કે વિલિયમ સ્ટુઅર્ટ હોલ્સ્ટેડ એના જ ઓપરેશન થીયેટરમાં કામ કરતી એક નર્સના પ્રેમમાં પડ્યા. એ નર્સનું નામ કેરોલીન હેમ્પટન. પોતાના કુટુંબની ઈચ્છા વિરુદ્ધ તેણે નર્સિંગ સ્ટાર્ટ કરેલું. પછી એ વિલિયમ સ્ટુઅર્ટ હોલ્સ્ટેડના ચીફ સર્જરી આસિસ્ટન્ટ હતા.

૧૮૮૯ પહેલા સર્જરી કરતી વખતે કોઈ સર્જન ‘સર્જીકલ ગ્લોવ્ઝ’ ન પહેરતા. ( Can we imagine ?) તેઓ એન્ટી-સેપ્ટિક સોલ્યુશનથી હાથ સાફ કરીને સર્જરી કરવા લાગતા. ત્યારે વપરાતા એન્ટી-સેપ્ટિક સોલ્યુશનને કારણે સર્જનની પ્રેમિકા અને તેની ફેવરીટ નર્સ કેરોલીનના હાથમાં ‘Contact dermatitis’ (ચામડીની એક બીમારી) થયું. તેમની પીડા આ સર્જન જોઈ ન શક્યા.

પોતાની નર્સને આ સોલ્યુશનના સંપર્કમાં ન આવવા દેવા માટે સર્જને તે સમયની એક રબ્બર કંપનીનો અપ્રોચ કર્યો અને તેમને ‘રબ્બર ગ્લોવ્ઝ’ બનાવવા માટે ઓર્ડર આપ્યો. અને તેમની નર્સ માટે સ્પેશીયલ ‘સર્જીકલ રબ્બર ગ્લોવ્ઝ’ બનાવવામાં આવ્યા. The rest is history. પછી એમાં Modifications આવતા ગયા અને આપણે પહોંચી ગયા લેટેસ્ટ ‘Disposable sterile surgical gloves’ સુધી. એમની એ ફેવરીટ નર્સ પછી એમની વાઈફ બની.

વાઢકાપ કહો કે શસ્ત્રક્રિયા પણ, અલ્ટીમેટલી અત્યારે કરાતી દરેક સર્જરીમાં એક લવ-સ્ટોરીનો હાથ (એ પણ ગ્લોવ્ઝ વાળો) રહેલો છે. જો વિલિયમ સ્ટુઅર્ટ હોલ્સ્ટેડે પ્રેમ ન કર્યો હોત, તો આજે ઇન્ફેક્શન રેટ્સ કંઈક અલગ હોત.

પ્રેમમાં જાત સિવાય પણ બીજું ઘણું બધું discover થતું હોય છે. સર્જન કઠોર હોય એ વાત સાચી પણ જ્યારે પ્રેમમાં પડે ત્યારે હંમેશા જગતને કંઈક નવું આપતા હોય છે. અલ્ટીમેટલી દરેક સમસ્યાનો મૂળભૂત ઈલાજ તો પ્રેમ જ છે.
-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: