પ્રભુ તો લાંબી રજા ઉપર છે

એવું લાગે છે કે જગતના સંચાલનની કોઈ માસ્ટર-કી ખોવાઈ જવાથી આખા જગતમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. માનવજાતિના સૌથી અપડેટેડ વર્ઝનમાં કોઈ વાઈરસ ઘુસી જવાથી, સમગ્ર મનુષ્યજાત ‘હેંગ’ થઈને પડી છે. સાથી મિત્રોની ચીટીંગથી કંટાળીને, જે રીતે ચાલુ રમતમાંથી ‘નથી રમતા’ કહીને કોઈ ખેલાડી બહાર નીકળી જાય, એ રીતે ઈશ્વર ગ્રાઉન્ડની બહાર નીકળી ગયા છે.

પણ આપણને રઝળતી હાલતમાં નિરાધાર છોડીને પ્રભુ ક્યાં ગયા હોવા જોઈએ ? પ્રભુને રીઝવવામાં તો આપણે ક્યાં કાંઈ બાકી રાખ્યું’તું ? પૂજા, પ્રાર્થના, ઉપવાસ, મંત્ર, હવન, માનતા, દાન. પ્રભુની ઉપાસના માનવજાતિથી વધારે તો બીજા કોણે કરી હશે ? તો ય કેમ સૌથી વધારે આપણે જ હેરાન થવું પડ્યું ? નોટીસ મૂક્યા વગર પ્રભુ એક લાંબી રજા પર ઉતરી ગયા અને આપણને સોંપી ગયા એ કામ જે અત્યાર સુધી તેઓ કરતા હતા. મનુષ્યના અસ્તિત્વની રક્ષા કરવાનું.

ઓરીજીનલી, આ કામ આપણું હતું જ નહીં. આપણી જોબ પ્રોફાઈલ તો કંઈક અલગ હતી. પ્રગતિ, વિકાસ, સિવિલાઈઝેશન, ગ્લોબલાઇઝેશન, અર્થ વ્યવસ્થા, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેન્શન્સ કરવાનું અને હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિ માટે એક હરણફાળ ભરવાનું. આટલા બધા અગત્યના કામો છોડીને એક એક મનુષ્યનો જીવ બચાવવા જેવું બેઝીક કામ આપણા માથે કેમ આવી પડ્યું ? આટલો બધો મલ્ટી-ટેલેન્ટેડ અને સર્વવ્યાપી કોઈ અદ્રશ્ય ફોર્સ હાજર હોવા છતાં મનુષ્યોની આ દશા કરી કોણે ? એવી તો કંઈ ભૂલ થઈ ગઈ આપણાથી કે આખા વિશ્વમાં પ્રલય આવી ગયો. માનવ જીવન વેર-વિખેર થઈ ગયું. જે પ્રજાતિએ પ્રભુની આટલી બધી પૂજા કરી, એ જ જીવોને હેરાનગતિ કેમ ?

આ મુશ્કેલીઓ એટલા માટે તો નથી સર્જાઈને કે આપણે આપણી જાતને પ્રભુ સમજવા લાગેલા ? આસપાસ રહેલા અન્ય સજીવોને ઈગ્નોર કરીને આપણે સર્વોપરી બનવાનો પ્રયત્ન તો નહોતા કરતા ને ? બ્રમ્હાંડે રચેલા વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ તથા અન્ય દરેક જીવોનું અવમૂલ્યન કરીને આપણો ઈરાદો, ક્યાંક સમગ્ર વિશ્વ પર છવાઈ જવાનો નહોતો ને ? આપણે એ ભૂલી ગયેલા કે આપણે આ જીવ-સૃષ્ટિનો એક ભાગ છીએ, એના શાસક નથી. આ પૃથ્વી પર આપણી આસપાસ વસતા દરેક જીવોનો પણ એટલો જ હક છે, જેટલો મનુષ્યોનો છે. આ અસંતુલન આપણે જ ઉભું કરેલું છે. આ એપિસોડ દ્વારા કુદરત તો બધું સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

મનુષ્યજાતિને પોતાની પામરતા અને હેસિયત દેખાડવાનો, પ્રકૃતિ પાસે કદાચ આ એકમાત્ર રસ્તો હશે. આપણને પ્રભુ થવાનો શોખ હતો. તો થોડા દિવસ બનાવી દીધા આપણને આ પૃથ્વીના સંચાલક. પોતાનું કામ આપણને સોંપીને પ્રભુ તો ખુશ છે પક્ષીના અવાજોમાં, ખળખળ વહેતા શુદ્ધ પાણીમાં, પ્રદુષણરહિત સ્વચ્છ વાતાવરણમાં, કપાઈ જવાના ડર વગર ગીતો ગાતા વૃક્ષોમાં. ઈશ્વર બધે જ છે. બસ, આપણું નથી સાંભળતા.  સુધરી જવાના વચન સાથે બે હાથ જોડીને એમને વિનંતી કરીએ કે રજા પરથી પાછા આવી જાઓ. અમારે પ્રભુ નથી બનવું. (શીર્ષક પંક્તિ : ગૌરાંગ ઠાકર)

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

2 thoughts on “પ્રભુ તો લાંબી રજા ઉપર છે

  1. Bahu j saras lekh….pan e kyay khovaya nathi..e na dekhay to pan ena upar trust che ..bharoso atut che….eni lambi raja ek new hope lavshe….ena darek pagla atmiyata na j hoy che…eno j hath apne pakdyo che to darvani jarur nathi ..ghanu badhu api rahyo che ne apshe….bas apne manav ma…prabhu ni pase lai jato prem rupi marg ma bharoso karie…manavta rakhie ..care karie e kehva j aa nano koru avyo che…have faith in god n all loving human…ke jemne apne prem karta hoie…Tc of all…

    Like

  2. Apde apdi jaat ne super human mani Betha… Pan basic human emotions and services bhuli gaya hata.. Have Bhagwan apadne K che first Be Human and serve humanity
    Super power you were never and will never be one..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: