મારા વખાણ તો કરો

મારી સાત વર્ષની દીકરીએ આજસુધીમાં મને ક્યારેય એવું પૂછ્યું નથી કે ‘હું કેવી લાગુ છું ?’. કોઈપણ બાળકને સુંદર લાગવા માટે બીજા કોઈની મંજૂરી કે સર્ટીફીકેટની જરૂર નથી હોતી. દરેક બાળક તૈયાર થઈને એવી જ રીતે ઘરની બહાર નીકળે છે, જાણે એ પોતે કોઈ સેલિબ્રિટી હોય. દરેક બાળક પોતાને સેલિબ્રિટી જ સમજતું હોય છે કારણકે તેમને પોતાની જાતને ‘સેલિબ્રેટ’ કરતા આવડે છે. આપણી જિંદગીને રીવાઈન્ડ કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અમુક ઉંમર સુધી આપણને પણ કોઈની પ્રશંસાની જરૂર નહોતી. કારણકે બાળપણમાં આપણું ફોકસ ફક્ત આપણા ‘અસ્તિત્વ’ને ઉજવવાનું હતું.

પછી ધીમે ધીમે આપણી આસપાસ રહેલા લોકો ત્રણ ભાગમાં વહેંચાતા ગયા. એક જે આપણી નિંદા કરતા, આપણા આત્મ-સન્માનના ટુકડેટુકડા કરી નાખતા, બીજા જે આપણી પ્રશંસા કરતા અને આપણને પ્રોત્સાહિત કરતા અને ત્રીજા જેમને આપણી સાથે કોઈ નિસબત નહોતો. બાળક તરીકે આપણને એટલું તો સમજાતું ગયું કે તૂટેલા-ફૂટેલા આત્મ-સન્માનને જોડવા માટે એક જ ફેવિકોલ કામમાં આવશે, અને એ હતું પ્રશંસા. આપણા માનસને કોઈની નિંદાથી થયેલી ઈજાની ભરપાઈ આપણે બીજા કોઈ પાસેથી પ્રશંસા ઉઘરાવીને કરી લેતા. ‘ધિક્કાર’ની જે ભાવના આપણી આસપાસ રહેલા નકારાત્મક લોકોને કારણે થતી, એનું વળતર પ્રશંસાના ભાગ રૂપે આપણને અન્ય લોકો પાસેથી મળવા લાગ્યું. આપણા આત્મ-સન્માનને પ્રશંસાનું વ્યસન થવા લાગ્યું. અત્યાર સુધી કોઈના પણ અભિપ્રાય કે મંજૂરી વગર કાયમ ખુશ રહી શકનારા આપણે ધીમે ધીમે આપણી પ્રશંસા માટે અન્ય લોકો પર અવલંબિત થવા લાગ્યા. અને આ ગુલામી ધીમે ધીમે વધતી ગઈ.

ફેસબુકના આવવાથી આ ગુલામી ચરમસીમાએ પહોંચી ગઈ છે. કારણકે માર્ક ઝકરબર્ગે આપણને સહુને ‘લાઈક’ ડીપેન્ડન્ટ બનાવી દીધા છે. એનો અર્થ એ થયો કે બીજા બધાની લાઈક મળશે, તો જ હું મારી જાતને ગમીશ.

મારો ચહેરો, મારું સર્જન, મારા શબ્દો, મારા વિચારો તો જ નોંધપાત્ર કહેવાશે, જો લોકોને એ ગમશે. જો હું પોપ્યુલર થઈશ, તો જ હું મારી જાતને ગમીશ. અને આવા બધા ‘જો અને તો’ને કારણે જ આપણે પ્રશંસાના ગુલામ બની ગયા છીએ. પ્રશંસા આપણા ઈગોને પેમ્પર કરે છે અને આપણને આ પૃથ્વી પર ‘વોન્ટેડ’ ફિલ કરાવે છે. જે ક્ષણથી આપણે પોતાની જાતને ‘નકામા’ કે ‘વર્થલેસ’ ગણવાની શરૂઆત કરી દઈએ છીએ, એ જ ક્ષણથી આપણે પ્રશંસાની ગુલામી સ્વીકારી લઈએ છીએ. આ પૃથ્વીને, આ સમાજને, આ દેશને આપણી જરૂર છે, એવી પ્રતીતિ કરવા માટે આપણે કોઈના સર્ટીફીકેટની જરૂર નથી.

‘અહીં આપણું હોવું’ એ જ આ વાત સાબિત કરે છે કે આપણું અસ્તિત્વ જ બ્રમ્હાંડે આપણને આપેલું સૌથી મોટું કોમ્પ્લીમેન્ટ છે.

માણસ સિવાય બીજો કોઈ જીવ પોતાની ‘કિંમત’ કે પોતાના મહત્વ વિશે એનાલિસિસ કે શંકા નથી કરતો. સુગંધ આપવા માટે કોઈ ફૂલને આપણા એટેન્શન કે પ્રશંસાની જરૂર નથી પડતી. આ યુનિવર્સ આપણે જેવા છીએ, એવા આપણને સ્વીકારી લે છે. અને તેમ છતાં આપણે આપણી જાતને નથી સ્વીકારી શક્તા. જ્યાં સુધી આપણને સ્વીકાર માટે પ્રશંસાનું અવલંબન રહ્યા કરશે, ત્યાં સુધી આપણે અસ્તિત્વના મહત્વથી અજાણ રહ્યા કરશું.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

3 thoughts on “મારા વખાણ તો કરો

  1. અદ્ભુત લખાણ.મૂળભૂત લાગણીઓ ની આબાદ અભિવ્યક્તિ.

    Liked by 1 person

  2. It’s sad but true we need acknowledgement from Others. When we are praised for our good did it gives pleasure. Only thing is not to be bogged down by criticisms.
    As Gandhiji Said
    First they will ignore you, then they will fight with you, and then you Win.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: