‘રિસ્પોન્સીબલ’નો એક અર્થ થાય છે ‘એબલ ટુ રિસ્પોન્ડ.’ એ રીતે જગતના કોઈપણ ખૂણે બની રહેલી, નાની કે મોટી દરેક દુર્ઘટના માટે આપણે ‘રિસ્પોન્સીબલ’ છીએ. મોટાભાગની પરિસ્થિતિઓમાં આપણે રીએક્ટ કરીએ છીએ, રિસ્પોન્ડ નહીં. આ જગતને આપણી પ્રતિક્રિયાની નહીં, પ્રતિસાદની જરૂર છે. સુશાંત સિંઘ રાજપુતના આપઘાત માટે આપણે દરેક ‘રિસ્પોન્સીબલ’ છીએ. ફક્ત એના જ નહીં, આપણી આસપાસ અત્યાર સુધી જેટલા સ્યુસાઈડ્સ થયા છે, એ દરેક માટે આપણે રિસ્પોન્સીબલ છીએ.
મનુષ્યના શરીરમાંથી ઉત્સર્જન પામતા દરેક ઘટકો બદબુદાર હોય છે. એ મળ-મૂત્ર હોય કે પરસેવો, બહાર નીકળતી દરેક વસ્તુ ગંધાતી જ હોય છે. મનુષ્યમાંથી નીકળતી એક જ એવી વસ્તુ છે, જે સુગંધીદાર હોય શકે છે. અને એ છે શબ્દો. દરરોજ કિલોના ભાવમાં ગંદકી અને નેગેટીવીટી બહાર ફેંકનારો માણસ જો ઈચ્છે તો પોતાના શબ્દોથી સુગંધ ફેલાવી શકે છે.
મારા ફેસબુક એકાઉન્ટ પર મેં મુકેલી ડિપ્રેશન અંગેની એક પોસ્ટ પછી, મને દરરોજ મળી રહેલા મેસેજીસ જોઈને હું સ્તબ્ધ છું. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ એવી છે, જે ઉદાસ છે. જેને જીવવાનું મન નથી થતું. પર્સનલ મેસેજમાં લોકો મને આજીજી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ‘પ્લીઝ મને બચાવી લો. મને મદદની જરૂર છે. ક્યાંય મન નથી લાગતું. મરી જવાના વિચારો આવે છે.’ હું મારા લેવલે એમને મદદ કરવાની બનતી કોશિશ કરું છું, પણ હું આ દરેક જણ સુધી પહોંચી શકું એ શક્ય નથી. મારે તમારી મદદ જોઈએ છે. તમારા ઘરમાં, નજીકના સગામાં કે તમારી આસપાસ ક્યાંય પણ કોઈ ડિપ્રેશનનું દર્દી હોય, તો બે હાથ જોડીને મારી તમને વિનંતી છે કે એમની સાથે વાત કરો. એમને સાંભળો. એમને કોઈ મનોચિકિત્સક કે કાઉન્સેલર પાસે લઈ જાવ. આ જગત પર હ્યુમન કોમ્યુનિકેશન અને ટચથી વધારે મજબૂત અને અસરકાર સારવાર બીજી કોઈ નથી.
સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ્સ અને લાખો ફોલોઅર્સ હોવા છતાં પણ આપણે એકલા પડી રહ્યા છીએ. કારણકે આપણે આપણી ‘ફેબ્રીકેટેડ લાગણીઓ’ પોસ્ટ કરીએ છીએ અને ગમતા લોકો સાથેની પ્રામાણિક વાતચીત પોસ્ટ-પોન. આપણી આસપાસ એવા અનેક સ્યુસાઈડ બોમ્બર્સ છે, જેઓ પોતાના વિચારોથી થાકી-હારીને પોતાની જાતને ઉડાવી દેવા માંગે છે. એ લોકોની મદદ કરો યાર. માનસિક સ્વાસ્થ્યનું હવામાન જેવું હોય છે. એ ગમ્મે ત્યારે બગડી શકે છે. શક્ય છે કે આવતીકાલે કદાચ આપણને પણ કોઈની જરૂર પડે. તો આજે જ્યારે આપણે મેન્ટલી સ્વસ્થ છીએ, ત્યારે કોઈકની મદદ કરી લઈએ. ‘હું તારી સાથે છું’, બોલવામાં ફક્ત બે સેકન્ડનો સમય લાગે છે.
એક રેન્ડમ ફોન કોલ, એક‘હાઈ’નો મેસેજ, સાથે પીધેલી એક કપ ચા, એક હૂંફાળો સ્પર્શ, એક ટાઈટ હગ, ખભા પર મૂકેલો હાથ, દૂરથી કરેલું એક સ્માઈલ અને અકારણ આપેલું એક જીન્યુઈન કોમ્પ્લીમેન્ટ કોઈનો મૂડ, દિવસ કે જિંદગી સુધારી શકે છે. નિસબતથી નીકળેલા શબ્દો અને સ્પર્શ એક મડદાને પણ બેઠું કરી શકે છે.
આ સાથે મારો એક નાનો વિડીયો શેર કરું છું. આ વિડીયોની આખી લીંક મેળવવા માટે મારા ઇન્સ્ટા એકાઉન્ટ https://www.instagram.com/drnimitt/?hl=en પર મને DM કરો.
Love and gratitude -ડૉ. નિમિત્ત ઓઝા
Sir your efforts are Great to bring Mental Awareness.
Responsibility simply means your ability to respond.
“Being Fully responsible is to be fully conscious”- Sadguru
LikeLiked by 1 person
Wow. great.
LikeLike
Supperb thats fully true sir
LikeLiked by 1 person