પપ્પાની ગર્લફ્રેન્ડ

‘જે સવાલ સાંભળવા માટે દરેક પુરુષ પોતાની યુવાની ખર્ચી નાખતો હોય છે, એ સવાલ સાઈઠ વર્ષની ઉંમરે કોઈ પુરુષને પૂછાય ત્યારે એના જીવનમાં ઉત્સાહ, ઉત્સવ અને ઉજવણીનું એનાથી મોટું બીજું કોઈ જ કારણ નથી હોતું. આવનારા દસ થી પંદર વર્ષોમાં મૃત્યુની નજીક સરકી રહેલા પુરુષને, આવો સવાલ સાંભળીને ફરી પાછી જીવવાની ઈચ્છા થઈ જાય એ સ્વાભાવિક છે. જીવનના છેલ્લા પડાવમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા કોઈપણ પુરુષને હવે યમના આવવાનો ડર નથી હોતો, એને સંયમના જવાનો ડર હોય છે. હું એક ખીણની ધારે ઉભેલો, જ્યાંથી મેં ધાર્યું હોત તો પાછો ફરી શક્યો હોત પણ કદાચ લપસી જવું મારા ફાયદામાં હતું.’

-પ્રોફેસર વિનાયક ત્રિવેદી ( પપ્પાની ગર્લફ્રેન્ડ)

આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. ઈડ વર્સીસ સુપરઈગોનું.

જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું.

પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે.

જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું !

શું લાગે છે ? કોણ જીતશે ?

ફાઈનલી ! ક્રોમોઝોમ XY પછીની મારી બીજી નવલકથા. પ્રી-બુકીંગ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો અથવા Niraj Meghani (9033589090) નો સંપર્ક કરો.

પ્રકાશક: R R Sheth & Co Pvt Ltd

Genre: Drama, Philosophy

પહેલા ૧૦૦ પ્રી-બુકીંગ માટે ૧૫ % discount and a special surprise! પ્રી-બુકીંગ માટેની લીંક : https://www.bookpratha.com/authors/Nimit-Oza-Dr-Author/122091

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “પપ્પાની ગર્લફ્રેન્ડ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: