અંધારામાં થોડું ઈન્વેસ્ટ કરવું છે

અંધારાને એક ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવી છે,

અજવાળામાં જે ખોલી નથી શક્યો, એવી કેટલીક વાતો ખોલવી છે

સપનાઓના પહાડ ચડવા છે, મારે ઉજાગરાઓને અડવા છે.

તારા મોબાઈલની ફ્લેશ લાઈટના આછેરા ઉજાસમાં, મારું પર્સનલ અંધારું તને ધરવું છે,

દોસ્ત, તું જો સાથે હોય ને, તો અંધારામાં થોડું ઈન્વેસ્ટ કરવું છે.

મારો સનસેટ પોઈન્ટ તારી આંખોમાં છે, ત્યાં ઉભા રહીને પેલા ડૂબતા સૂરજને જોવો છે.

મારી જાતની જેટલો જ આ દિવસ પણ મેલો થયો છે, એને તારી આંખોમાં ડૂબાડીને ધોવો છે.

તારી સાથે રહીને જિંદગી જીવવાના નવા નિયમો ભણવા છે,

દોસ્ત, એક વાર તારા ચહેરા પર મારે તારાઓ ગણવા છે.

કટકે કટકે તો રોજ જીવું છું, એકવાર એકસાથે તારી હાજરીમાં મરવું છે

દોસ્ત, તું જો સાથે હોય ને, તો અંધારામાં થોડું ઈન્વેસ્ટ કરવું છે.

આત્માને થોડું વેઈટ લોસ કરવું છે. તારી હળવી ક્ષણો મને આપી દે, તું મારો બધો ભાર લઈ લે.

તારી સાથેનું અંધારું સુગંધી છે. આ રાત મારી પાસે રહેવા દે, તને જોઈએ તો મારી સવાર લઈ લે.

ગૂગલ મેપ કે નેવિગેશનની મદદ વગર મારે બેરોકટોક રખડવું છે,

તું પરમીશન આપે, તો એક વખત તારામાં ભૂલા પડવું છે.

તારા સથવારાનું લાઈફ જેકેટ પહેરીને, તારી જ આંખોમાં તરવું છે

દોસ્ત, તું જો સાથે હોય ને, તો અંધારામાં થોડું ઈન્વેસ્ટ કરવું છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “અંધારામાં થોડું ઈન્વેસ્ટ કરવું છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: