
પલ્લવે કહ્યું, ‘આ દુનિયા પરના સૌથી અતૃપ્ત જીવો હોય ને, તો એ પુરુષો છે. પુરુષો પોતાનું આખું જીવન સુખ મેળવવાની શોધમાં વિતાવી નાખે છે. એમને જાણ જ નથી હોતી કે સુખ શેમાં છે ? નાની નાની વાતોમાં પુરુષો આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. ક્રિકેટ મેચથી લઈને શેર બજારમાં, સિગરેટના ધુમાડાથી લઈને વ્હીસ્કીના પેગમાં, પોર્નોગ્રાફીથી લઈને પોલીટીકલ ચર્ચાઓમાં. પુરુષો ફક્ત પ્લેઝર શોધતા હોય છે. એમને લાગે છે કે જિંદગીમાં સફળતા મળશે તો સુખ મળશે. પૈસો મળશે તો સુખ મળશે. પણ મરે ત્યાં સુધી પુરુષોને જાણ જ નથી થતી કે સુખ કોને કહેવાય ? તેઓ તૃપ્ત થયા વિના જ મૃત્યુ પામે છે.’
કૃપાલીએ પૂછ્યું, ‘તને ખબર પડી ગઈ ? કે સુખ કોને કહેવાય ?’
‘હા. આજે ખબર પડી. પોતાની અંદર ઉછરી રહેલા જીવને અનુભવવો, એ દુનિયાનું સૌથી મોટું સુખ છે. આ સુખની સરખામણીમાં આ દુનિયાની તમામ વસ્તુઓ વામણી લાગે છે. પ્રેગ્નન્સી ઘટના નહિ, ચમત્કાર લાગે છે.’
-ક્રોમોઝોમ XY ( નવલકથા) ની બીજી આવૃત્તિ હવે તમારા નજીકના બુક-સ્ટોર્સમાં.
ઓનલાઈન મંગાવવા માટે https://www.bookpratha.com/authors/Nimit-Oza-(Dr)-Author/122091