સપનાનો રાજકુમાર

એ પરિપક્વતાની નિશાની હશે કે વધતી જતી ઉંમરનો અહેસાસ, કારણ જે પણ હોય પરંતુ દરેક સ્ત્રીના સપનાઓમાં આવતો પુરુષ સમયની સાથે બદલાય છે. એક જમાનામાં જે છોકરીને સપનાઓમાં બોયફ્રેન્ડ આવતો, લગ્ન કર્યા પછી ધીમે ધીમે એના સપનાઓમાં એને પપ્પા દેખાયા કરે છે. યુવાનીમાં પપ્પાની હાજરીમાં જે છોકરી એના ભવિષ્યમાં થનારા પતિ વિશે કલ્પનાઓ કર્યા કરતી, લગ્ન પછી પતિની હાજરીમાં એ સ્ત્રી સૌથી વધારે પોતાના પપ્પાને ઝંખ્યા કરે છે. એક સ્ત્રીની એ સૌથી મોટી કમનસીબી છે કે જે બે પુરુષોને એ સૌથી વધારે પ્રેમ કરે છે, એ બંને પુરુષો એને એક સાથે ક્યારેય મળતા નથી.

પોતાને ગમતા પુરુષ સાથે માલદિવ્સ કે સ્વીત્ઝરલૅન્ડ જવાના સપનાઓ જોનારી યુવતીને લગ્નના થોડા વર્ષો પછી સમજાય છે કે એના સપનાઓનું સ્વરૂપ એના ઘરની જેમ બદલાય ગયું છે. પછી એના સપનાઓમાં કોઈ રાજમહેલ, રાજકુંવર કે રમણીય સ્થળો નથી આવતા. એના સપનામાં આવે છે પપ્પાના ડાયાબીટીસ અને બીપીની ચિંતા, દવાઓ વિશેની સૂચનાઓ, પપ્પાના હાથમાં હાથ નાખીને ગાળેલી સાંજ, એમના ખોળામાં માથું મૂકીને વિતાવેલી રાતો, પપ્પાની વાહિયાત જોક્સ અને એમણે ગાયેલા ગીતો. સપનામાં આવે છે પપ્પાનું સ્માઈલ અને આવકાર જે ઘરનું બારણું ખોલતી વખતે પપ્પાના ચહેરા પર આવતા, એ પ્રતીક્ષા જે દીકરી ઘરની બહાર હોય ત્યારે પપ્પા મોડી રાત સુધી કરતા.

દરેક દીકરીના એ દુર્ભાગ્ય છે કે સપનાઓમાં આવતા રાજકુમાર સાથે જિંદગી વિતાવવા માટે તેણે પોતાના વાસ્તવિક જીવનના સુપરસ્ટારથી અલગ થવું પડે છે. લગ્ન પહેલા દરેક દીકરી પોતાના પપ્પાની ઓફિસેથી ઘરે આવવાની રાહ જુએ છે અને લગ્ન પછી પોતાના સપનામાં આવવાની.
-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

3 thoughts on “સપનાનો રાજકુમાર

  1. દીકરી ને લાગણી નાં ઘૂઘવતા સમુદ્ર માં પિતાના સ્નેહ ની ભરતી અને ગેર હાજરી ની ઓટ બંને નાં સંગમ સુધી લઈ જઈ આપે
    મનોચિકિત્સક ની ભૂમિકા માં દીકરી નાં સમાધાનો ને મૂલ્યવાન સ્વરૂપ અર્પી દીધું. આભાર.

    Liked by 1 person

  2. કદાચ ઇશ્વરે આવુંં જાણી જોઇને કર્યુ હોય કારણકે એક સ્ત્રી જ એવું પાત્ર છે જે સમય જતાંં પરિપક્વતા ની સાથે વધારે સમજદાર બને છે..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: