આજે મને કોઈએ સવાલ કર્યો કે twin flames એટલે શું ? વેલ, આમ તો આપણે બધા જ twin flames છીએ. અલગ અલગ આકૃતિઓ ધરાવતા સજીવ શરીરોમાં વહેંચાઇ ગયેલી એકની એક કોન્શિયસનેસ. પણ તેમ છતાં જો મારે twin flames ને વ્યાખ્યાયિત કરવાની જ હોય, તો હું કહીશ કે બે અલગ શરીરમાં વિભાજીત થયેલી એક ચેતના.
કેટલીક વ્યક્તિઓને મળીને એવું લાગે કે તેઓ આપણા જ આત્માનું એક્સ્ટેન્શન છે. અપોઝીટ જેન્ડરનું શરીર પહેરેલું તેઓ આપણું જ એક વર્ઝન છે. તેઓ અરીસા જેવા હોય છે. તેમનામાં આપણે જાતનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ.
twin flames એટલે એવી બે વ્યક્તિઓ જેમણે ફક્ત ફોર્માલીટી ખાતર બે અલગ અલગ શરીરમાં જન્મ લીધો હોય. એક્ચ્યુઅલી, તેઓ એક જ હોય. ઘણીવાર એવું થતું હોય છે કે કોઈને મળ્યા પછી આપણને એવું લાગે કે આ વ્યક્તિ આપણા જ ચૈતન્યનું એક બીજું સ્વરૂપ છે. આપણો Mirror soul.
આપણામાં રહેલા કેટલાક પરમાણુઓ બીજા કોઈનામાં રહેલા પરમાણુઓ સાથે મેચ થઈ જાય ત્યારે ચારેય દિશાઓમાંથી સિગ્નલ આવવા લાગે છે. ત્યારે વાદળ ગરજવા લાગે કે વિજળી ચમકવા લાગે એવું જરૂરી નથી. પણ અચાનક આપણને એવું લાગે કે આપણો એક missing part આપણી સાથે જોડાઈ ગયો.
કોઈપણ વસ્તુની ઉણપ વર્તાતી બંધ થઈ જાય, જિંદગી સામે ફરિયાદો ન રહે, સાવ અજાણી વ્યક્તિને મદદ કરવાનું મન થાય, અકારણ ડાન્સ કરવાની ઈચ્છા થાય. ટૂંકમાં, સુખ સદી જાય. એવું લાગે કે અચાનક આ બ્રમ્હાંડ આપણા પર મહેરબાન થઈ ગયું. ઈશ્વરે આશિષ વરસાવ્યા.
બહારનું જગત એક ઈંચ પણ બદલાયું ન હોય અને તેમ છતાં અંદરના વાતાવરણમાં જબરદસ્ત પલટો આવે. સામે રહેલી વ્યક્તિ સાથે ઝનુનપૂર્વકનું અને તીવ્ર કનેક્શન ફિલ થાય. એવું લાગે કે વર્ષોથી જેની શોધમાં હતા, આ એ જ વ્યક્તિ છે.
એક મસ્ત કેન્ડલ લાઈટ ડીનર અને અફલાતૂન ઓર્ગેઝમ પછી પણ આ જીવ અતૃપ્ત જ રહેતો હોય છે જ્યાં સુધી કોઈ એવું નથી મળતું જેના ખોળામાં માથું મૂકીને જિંદગી સાથે ફ્લર્ટ કરવાનું મન થાય. જેની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા સમયને ‘સ્ટેચ્યુ’ કહી દેવાનું મન થાય. જેના વિરહને પણ એના પ્રેમનો પ્રસાદ માનીને ગળે લગાડવાનું મન થાય. જે હાથ પકડે અને હથેળી પર ગુલમહોર ઉગવા લાગે. જેની સાથે રહેવાનું મન થાય એવું નહીં, જેના વગર જીવી નહીં શકાય એવું લાગવા લાગે.
રૂટીન કરતા ચંદ્ર થોડો વધારે ક્યુટ લાગવા લાગે, વરસતા વરસાદને ચુમવાનું મન થાય, રેડિયો પર વાગતા દરેક ગીત સાથે ‘રેલેવન્સ’ ફિલ થાય. જેને મળીને આપણે બની જઈએ એક એવી વ્યક્તિ, જેને આપણે પહેલા ક્યારેય ઓળખતા જ નહોતા. જેનો વિચાર કરીએ તો એકાંત ગમવા લાગે, અને વાતો કરીએ તો ઉજાગરા. એ સપનામાં આવી શકે એટલે બંધ પાંપણો પર બારી મૂકાવવાનું મન થાય અને હ્રદય ઉપર દરવાજા.
કોઈ જ કારણ વગર, ફક્ત કોઈની હાજરીથી જ ખુશ રહેવાનું મન થાય તો સમજવું કે આપણામાંથી છૂટો પડી ગયેલો આપણો જ કોઈ ટૂકડો બ્રમ્હાંડે આપણને પાછો આપી દીધો. જેની હાજરીમાં આપણી જાત ગમવા લાગે, સપનાઓ જોવાની ઈચ્છા થાય, ડૂબતો સૂરજ ગમવા લાગે, અંધારું સુગંધી લાગે અને મૌન અર્થસભર.
‘twin flames’ is not about having great sex or unforgettable love story, it is about spiritual awakening. જે વ્યક્તિ તમારા આધ્યાત્મિક પરિમાણો ખોલી નાંખે, જે તમારી અવેરનેસ વધારે અને જે તમારી ઇન્ટ્રો બ્રમ્હાંડની ઉર્જા સાથે કરાવે, એ તમારી twin flame.
જેની સાથે નેટફ્લીક્સના મૂવીઝ કે માલદીવ્સની ટ્રીપ શેર કરી શકાય, એ નહીં. જેની સાથે હિમાલયનો પ્રવાસ ખેડી શકાય એ. જેની સાથે ભૂતાનના પહાડો કે જંગલોમાં જઈને ધ્યાન કરી શકાય. એક એવો પાર્ટનર જે આપણામાં રહેલી ઉર્જાને વેગ આપે. આપણી એનર્જી ચૂસી લેવાને બદલે, આપણને પોઝીટીવ વાઈબ્સ આપે.
જરૂરી નથી કે એ twin flame સાથે આપણે લગ્ન-ગ્રંથીથી જોડાયેલા હોઈએ. એવું પણ જરૂરી નથી કે એ કાયમ આપણી સાથે જ રહે. Twin flame નો ઉદેશ્ય હોય છે આપણી આધ્યાત્મિક ઉન્નતી કરવાનો. આપણને પૂર્ણતા બક્ષવાનો. કદાચ એવું પણ બને કે પૂર્ણતાની પ્રતીતિ થયા પછી આપણે એ twin flameથી વિખુટા પડી જઈએ. પણ બીલીવ મી, જો ખરેખર એવું થશે તો એ વિરહનો આપણને સહેજ પણ અફસોસ નહીં થાય. એના અલગ થયાનું બિલકુલ દુઃખ નહીં થાય કારણકે આપણે ઓલરેડી એક એવા સ્પીરીચ્યુઅલ લોકમાં પ્રવેશી ગયા હશું જ્યાં લગાવમુક્ત જીવતર ‘ન્યુ નોર્મલ’ હશે.
જો કોઈના વિરહને વળગીને રડ્યા કરવાનું મન થાય, તો સમજવું કે આપણે હજી અપૂર્ણ અને અધૂરા છીએ. આપણે પૂર્ણ ત્યારે કહેવાઈએ જ્યારે twin flame આવીને આપણને ચૈતન્યનું ઓરીજીનલ સ્વરૂપ દ્રશ્યમાન કરાવે. અને એ નિહાળ્યા પછી, કોઈના વિખુટા પડ્યાનો રંજ નથી રહેતો.
કોઈને પામવાની રઝળપાટ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી અંતરમાં ઉણપ રહેલી છે. જે દિવસે કોઈ આવીને એ ઉણપ પૂરી કરી નાખશે, ત્યારે કશું જ પામવાનું મન નહીં થાય.
-ડૉ. નિમિત્ત ઓઝા
શબ્દો નથી લખવા માટે……..બસ એકવાર નહીં પણ વારંવાર વાંચી લવ…
ખુબ રાજીપો
LikeLiked by 1 person
જે આત્મા થી સમૃદ્ધ હોય એ જ શબ્દોથી સમૃદ્ધ થઈ શકે… બુદ્ધિ તો ઈશ્વર બધાંને આપે છે પણ કોઈ કોઈ ને સદબુદ્ધિ આપે છે અને એનાં હ્રદય માં જ આવા વિચારો આવે ને સત્કર્મો જેની સાથે હોય તેને આ વિચારોને અભિવ્યક્ત કરવાની કળા આપે છે.. 🙏🙏
LikeLiked by 1 person
A person in front of whom you can be real and do not require any mask, you are free to express every damn emotion, and you feel you are liberated in every sense that can be your twin flame…
Nicely described..👍
LikeLike
વાહહહહ ડૉક્ટરસાહેબ , આપના આ લેખમાં તો એક એક શબ્દ હ્રદયના ઊંડાણમાંથી ઊભરાઈને આવેલા છે. એનો સહવાસ… એની યાદ , દરેક દુઃખ – દર્દને સહ્ય બનાવી દે…. પ્રસન્નતા સીવાય બીજુ કાંઇ જ નહીં…. એ જ twin flame
LikeLiked by 1 person
Superb…..very well written……
LikeLiked by 2 people