માય ઓક્ટોપસ ટીચર

એક અદભૂત અને Unconventional પ્રેમ સંબંધ નિહાળવો હોય તો નેટફ્લીક્સ પર આવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ ‘માય ઓક્ટોપસ ટીચર’ જોઈ લેવી. શક્ય છે કે આ ફિલ્મ જોઈને આપણો આ જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય.

આ વાર્તા છે ફિલ્મ મેકર ડેવિડ ફોસ્ટર અને એક ઓક્ટોપસની. યેસ, ઓક્ટોપસ ! એ જ આઠ પગ વાળું વિચિત્ર દરિયાઈ પ્રાણી, જેને જોઈને આપણને સૂગ આવે. (એવી જ સૂગ જેવી ક્યારેક ગરોળીને જોઈને આવે!). આ ફિલ્મની ચમત્કૃતિ એ છે કે ડેવિડ ફોસ્ટર એક ઓક્ટોપસના પ્રેમમાં પડે છે. એની સાથે મિત્રતા કરે છે.

સતત એક વર્ષ સુધી દરરોજ ડેવિડ દરરોજ પાણીની અંદર ડૂબકી લગાવે છે, તેના મિત્ર ઓક્ટોપસને મળે છે અને તેની દુનિયામાં ડોકિયું કરે છે. ફક્ત આ કન્સેપ્ટ જ ગુઝ બમ્પ્સ લાવી દે, તેવો છે. ઓક્ટોપસ જેવા Insignificant લાગતા જીવને પણ જે આટલું બધું મહત્વ આપી શકે, એ કેટલો Awakened Soul હોવો જોઈએ.

એક માણસ અને ઓક્ટોપસ વચ્ચેનો આ વિચિત્ર પ્રેમ સંબંધ દરેક સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં ભીનાશ લાવી દેશે. ઓક્ટોપસની પ્રજાતિનો સ્વભાવ જ એવો હોય કે તેઓ અન્ય કોઈ પ્રાણીનો વિશ્વાસ ન કરે, મનુષ્યનો તો બિલકુલ નહીં. તેમ છતાં આ ઓક્ટોપસ દરરોજ ડેવિડને મળવા આવે છે. તેના હાથ પર બેસીને તેને સ્પર્શ કરે છે.

આ ડોકયુમેન્ટરી એવું સ્પષ્ટ કરી આપે છે કે પ્રેમ કરવા માટે શબ્દોની જરૂર નથી હોતી. ઉલટું, શબ્દો તો પ્રેમમાં અવરોધરૂપ હોય છે. સંબંધો ફક્ત વાઈબ્ઝ અને એનર્જી લેવલ પર રચાતા હોય છે.

અન્ડર-વોટર જગતમાં રહેલા જીવો પણ કેટલા પ્રેમાળ અને સંવેદનશીલ હોય શકે, એ રીયલાઈઝેશન આ ડોકયુમેન્ટરી જોયા પછી આવે છે. ઓક્ટોપસ જ્યારે પહેલીવાર ડેવિડના હાથ પર બેસે છે ત્યારે એવું લાગે કે એ નાનકડું પ્રાણી ડેવિડ સાથે હેન્ડ-શેક કરે છે. જાણે કોઈ નવજાત શિશુ પોતાના નાનકડા હાથે પપ્પાની આંગળી પકડતું હોય. જાણે એક બિચારો અને પામર જીવ સુપર-પાવર કહેવાતી મનુષ્યજાતિ સાથે નિસબત અને આશાથી જોડાતો હોય. એ આશાથી કે મનુષ્યજાતિ નિર્દોષ અને બિનહાનિકારક છે. આપણી આસપાસ રહેલો દરેક જીવ આપણા માટે આવું વિચારતો થાય, ત્યારે કદાચ આપણે પરમાત્માને પામી શકીએ. જ્યાં સુધી જીવાત્માનો આદર નહીં કરી શકીએ, ત્યાં સુધી પરમાત્માનો વિચાર કરવાનો પણ આપણને હક નથી.

શરીરના એકાદ ખૂણામાં ક્યાંક થોડી સંવેદનાઓ પડી હશે, તો આ ડોકયુમેન્ટરી સતત તમારી આંખો ભીંજવતી રહેશે.

મૂવીની અંદર જ્યારે શાર્ક એટેકમાં ઓક્ટોપસ પોતાનો એક પગ ગુમાવે છે, ત્યારે આપણને એવું લાગે છે કે કોઈએ આપણો એક હાથ કાપી લીધો. કોઈ એક જીવ સાથે આટલું બધું Identify કરી શકવું, એ જ આ કોસ્મિક કોન્શિયસનેસનો ચમત્કાર છે. અને આ ચમત્કાર ડેવિડે બખૂબી કરી બતાવ્યો છે.

ધારો કે નેક્સ્ટ બર્થમાં આપણને ઓક્ટોપસનો અવતાર મળે તો ? આ ડોકયુમેન્ટરી આપણને આવું વિચારવા માટે મજબૂર કરી દે છે. ફક્ત એક વર્ષ જીવનારું આ જળચર પ્રાણી, જો એના નાનકડા લાઈફ સ્પાન દરમિયાન પણ એક મનુષ્યને પ્રેમ કરી શકતું હોય, તેની સાથે ભાવનાત્મક લગાવ સ્થાપી શકતું હોય તો being humans, Imagine What we can do and achieve ?

નફરત કરવા માટે આ જિંદગી બહુ ટૂંકી છે. વી ઓલ આર કનેક્ટેડ. The sooner we understand, the better. ડેલાની બહાર ઉભેલી ગાય, ફળિયામાં આવેલી ચકલી, બિસ્કીટ મળવાની આશાએ આપણી પાછળ આવતું શેરીનું કૂતરું, નીચી નમીને આપણને સ્પર્શ કરતી ઝાડની ડાળી, કંઈક મળવાની અપેક્ષાએ દોડી આવતી ખિસકોલી. આ બધા આપણી જ Extended consciousness છે.

દીવાલો આપણે ઉભી કરી છે. દરવાજા આપણે બનાવ્યા છે. લાઈન આપણે ડ્રો કરી છે. મનુષ્ય જાતની આટલી ખરાબ રેપ્યુટેશન હોવા છતાં, જગતના તમામ જીવો આપણો સત્કાર અને સ્વીકાર કરે જ છે. પ્રકૃતિ એ દરેકની છે, જે સમર્પણનો અર્થ જાણે છે.

ફક્ત ઓક્ટોપસ જ નહીં, આસપાસના તમામ જીવો આપણા લાઈફ-ટીચર્સ છે. તેઓ અધ્યાત્મનો એક એવો પાઠ ભણાવે છે, જે જગતના કોઈ ગ્રંથમાં લખેલો નથી. એ ફિલ્મનું એક ટ્રેઈલર જોઈ લો.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

2 thoughts on “માય ઓક્ટોપસ ટીચર

  1. Will definitely watch.
    During my childhood i had a misconception that Hindi Cinema can portray sentiments and emotions better than Hollywood movies. After watching some extraordinary concepts in Hollywood movies i owe to them so much as it expanded my emotional side and brought me closer to one consciousness.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: