મારી હોસ્પિટલમાં મેં મારી એક પણ ડીગ્રી ડિસ્પ્લે નથી કરી. કારણકે મારા દર્દીઓને મારી સ્કીલ, સ્વભાવ, સંવેદનશીલતા અને સારવાર સાથે નિસબત છે, મારા સર્ટીફીકેટ્સ સાથે નહીં. શું કામનો એ ગોલ્ડ-મેડલ જો કોઈનું હ્રદય ન જીતી શકે ? કોઈના ચહેરા પર નિરાંત અને રાહતની સ્માઈલ ન લાવી શકે ? દૂર કોઈ અજાણ્યા ગામડેથી પીડાના પોટલા બાંધીને આવેલા નિસહાય લોકો ‘વેઈટીંગ રૂમ’માં બેઠા બેઠા મારી ઉપલબ્ધિઓને તાક્યા કરે અને હું પોરસાયા કરું, એ ઘટના જ કેટલી નિરર્થક લાગે.
વિનોબા ભાવેએ જ્યારે પોતાના સ્કુલ અને કોલેજના બધા જ સર્ટીફીકેટ્સ આગમાં હોમી દીધેલા, ત્યારે એ વાતથી જગત અજાણ હતું કે તેમની અંદર એક અલગ જ આગ પ્રગટી ચૂકી હતી.
આ જગતને આપણી ઉપલબ્ધિઓ સાથે નહીં, આપણી ઉપયોગીતા સાથે નિસબત છે. આપણા વ્યક્તિગત અચીવમેન્ટસ આપણા ‘માઈક્રો-ઈગો’ને ન્યુટ્રીશન પૂરું પાડવા સિવાય બીજા કશા જ કામના નથી.
હું ઘણીવાર અરીસા સામે ઉભો રહીને જાતને પ્રશ્ન પૂછું છું કે ‘What is your purpose of life?’. અને સામે રહેલો ખાલીપો મને ઉત્તર આપે છે કે ‘પેલા રડતા દર્દીને તેં થોડો એક્સ્ટ્રા સમય આપેલો, એ તારો પર્પઝ હતો. રસ્તા પર કચરો વીણતા અને સાવ Insignificant લાગતા કોર્પોરેશનના ક્લાસ- ૪ વર્કરને તેં સ્માઈલ કરીને ગુડ મોર્નિંગ કહેલું, એ તારો પર્પઝ હતો. ઓલમોસ્ટ કારના વ્હીલ નીંચે આવી ગયેલા ગલુડિયાને બચાવવા માટે, તેં ઓચિંતી બ્રેક મારેલી, એ તારો પર્પઝ હતો. રસ્તા પર લારી લઈને ઉભેલા એકાદ વેન્ડરની તેં બોણી કરાવી, એ તારો પર્પઝ હતો.’
The purpose of life is not to be happy. The purpose of life is to be useful.
આપણો પ્રોબ્લેમ એ છે કે આપણી સફળતા આપણે ‘Goal based achievement’ થી નક્કી કરતા હોઈએ છીએ. આ બ્રમ્હાંડને આપણી ઉપલબ્ધિઓમાં રસ છે જ નહીં. તેને આપણા યોગદાનમાં રસ છે. રોજ સવારે આ જગત આપણને એટલું જ પૂછે છે કે ‘આ પૃથ્વીની સુંદરતા વધારવામાં તમે શું Contribute કરી શકો તેમ છો ?’
ક્રિકેટરની એ દરેક સેન્ચ્યુરી વ્યર્થ જાય છે, જે ટીમને જીતાડી નથી શકતી. જગ્ગી વાસુદેવ સધગુરુ કહે છે માત્ર પોતાના માટે જોયેલા સપનાને Desire કહેવાય, સમૂહ માટે જોવાયેલા સપનાને વિઝન. આ જગતને આપણા વિઝન સાથે નિસબત છે, આપણી ડીઝાયર સાથે નહીં.
જો આપણો પર્પઝ ‘પીપલ એટ લાર્જ’ને કોઈ ફાયદો નથી પહોંચાડી રહ્યો, તો એ પર્પઝ આપણા ઈગોને ડેકોરેટ કરવા સિવાય બીજા કશા જ કામનો નથી. આજીવિકા તો કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા મજૂરો પણ રળી લેતા હોય છે. તેમની પાસે ‘સર્વાઈવલ મોડ’માં જીવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બહુ ઓછા એવા લોકો હોય છે જેઓ ‘સર્વાઈવલ મોડ’માંથી છટકીને ‘સ્પીરીચ્યુઅલ મોડ’માં એન્ટ્રી લઈ શકે છે.
એ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય ગઈ હોય. Maslow’s Hierarchy of needsમાં સેલ્ફ-રીયલાઈઝેશન ટોપ પર આવે છે.

આ શિખર પર પહોંચવા માટે નીચેના દરેક પગથિયા ચડવા પડે છે. નીચેના ત્રણ પગથીયા સરળતાથી ચડી ગયા બાદ આપણે ઉપરના બે પગથીયામાં અટવાય જઈએ છીએ.
આપણું બેસ્ટ-વર્ઝન બનાવવામાં બ્રમ્હાંડ આપણી તો જ મદદ કરશે, જો આપણો પર્પઝ બ્રમ્હાંડના બેટરમેન્ટ સાથે Alignmentમાં હોય.
જેનું ફોકસ ફક્ત ‘સ્વ’ પૂરતું જ મર્યાદિત હોય, એને પ્રાણી કહેવાય. જેનું ફોકસ સ્વજનો, કુટુંબ અને મિત્રો પૂરતું મર્યાદિત હોય, એને મનુષ્ય કહેવાય. જેનું ફોકસ ગ્લોબલ હોય, એને મહાત્મા કહેવાય. કારણકે પેનોરામિક વ્યુ ફક્ત મહાત્માઓ જ જોઈ શકે.
માસ્લોએ આપેલા માળખામાં ચાર પગથિયા ચડ્યા પછી આધ્યાત્મિક ઉન્નતિની સફરમાં આપણે કેટલા ઉપર જઈ શકીએ ? એના પર આધાર રહેલો છે કે મૃત્યુ પછી આપણે રીસાયકલ થશું કે વૈશ્વિક ચેતનામાં વિલીન. જ્યાં સુધી અવેરનેસ અને અવેકનીંગ નહીં આવે, ત્યાં સુધી આ બ્રહ્માંડ પણ આપણને રીજેક્ટ કર્યા કરશે. And this dance of existence will go on till eternity.
આમાંથી છટકવાનો એક જ રસ્તો છે ઉપયોગીતા. કડવાશ આપણને Mediocre બનાવે છે, જ્યારે કમ્પેશન મહાન. દલાઈ લામાએ કહેલું કે
‘If you want others to be happy, practice compassion. If you want to be happy, practice compassion.’
કડવાશનો એક માત્ર જવાબ કરુણા છે. આપણે દરેક ઈવોલ્યુશનના અલગ અલગ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે જેમ જેમ રીફાઈન થતા જઈએ છીએ, તેમ તેમ સમજાતું જાય છે કે આપણે એક જ ચૈતન્યના અલગ અલગ ટુકડાઓ છીએ.
એ બાકીના ટુકડાઓને કમ્ફોર્ટ આપવો, એ આપણો અલ્ટીમેટ પર્પઝ છે.
-ડૉ. નિમિત્ત ઓઝા
ઓઝલ થઈ હોય જ્યાં આશાની કિરણ
ત્યાં જો સુખ નું *નિમિત્ત* બનો,
ત્યારે જ તો સાર્થક થાય સફળતા
જો કોઇના મુખ નું સ્મિત બનો😊
LikeLiked by 1 person
સર તમે એક સરસ માઈન્ડ સેટ ઘડી રહ્યા છો. તમારા વાચકો માટે તમે આ રીતે ઉત્તમ પ્રકારે ઉપયોગી બની રહ્યા છો. લખતા રહેજો! અભિનંદન 💮
LikeLiked by 1 person
You are so great Nimit. Always motivates the community. It’s just like you gives us brain nutrition. Stay blessed stay healthy.
LikeLiked by 1 person
These are hope beams. NATURAL. FOR INSTANCE, ALWAYS HELPFUL TO Nature, HENCE THE NAME.👏
LikeLike