કોઈએ મને મેસેન્જરમાં પૂછ્યું કે સિમ્પથી અને એમ્પથી વચ્ચે શું તફાવત છે ? વેલ, સૌથી પહેલા આવો પ્રશ્ન થવો એ જ નિસબત અને કાળજી દર્શાવે છે. જેમને શબ્દની નથી પડી, તેમને અર્થની પણ નથી પડી હોતી. અને જેમને અર્થ સાથે લગાવ નથી, એમને Earth સાથે લગાવ ન જ હોય શકે.
ઓકે, લેટ મી પુટ ઈટ ધીસ વે. સિમ્પથી, એમ્પથી અને કમ્પેશન. આ ત્રણેય શબ્દો અલગ છે, તેમના અર્થ અલગ છે અને એટલું જ નહીં, ત્રણેય ઘટના જ અલગ છે. આઈ વુડ સે, માનવતા સુધી લઈ જતી સીડીના આ ત્રણ અલગ અલગ મુકામ છે.
આપણા દરેકની શરૂઆત ‘સિમ્પથી’ દર્શાવીને થાય છે. જેમ જેમ આપણા સ્પીરીચ્યુઅલ પાથ પર આપણે આગળ વધતા જઈએ તેમ તેમ આપણે ‘એમ્પથી’ તરફ આગળ વધીએ છીએ. ‘કમ્પેશન’ એ આ સીડીનો અંતિમ અને સર્વોચ્ચ તબક્કો છે.
આ ત્રણેય શબ્દો ડિફાઈન કરતા પહેલા મને ગમતી એક કવિતા શેર કરવી છે. ઓથર એનોનીમસ છે પણ આ નાનકડી એવી કવિતા હ્યુમેનીટીના બે એક્સ્ટ્રીમ્સને સરસ રીતે રજુ કરે છે.
Sympathy looks in and says, “I’m sorry.”
Compassion goes in and says, “I’m with you.“Sympathy looks in and says, “I would like to help.”
Compassion goes in and says, “I am here to help.”Sympathy says, “I wish I could carry your burden.”
Compassion says “Cast your burden on me.”Sympathy often irritates with many words.
Compassion helps and hears in quietness and understanding.
સામેવાળી વ્યક્તિની પીડા, જાતે અનુભવ્યા વગર ફક્ત ‘સમજી’ શકવાની ઘટનાને આપણે સિમ્પથી કહીએ છીએ. પ્યોર સહાનુભૂતિ. એમાં ઠાલા શબ્દો, પાંચ થી દસ મિનીટનું કાઈન્ડ એટેન્શન અને ‘બિચારા-બાપડા’ સિવાય અન્ય કોઈ ઉદગારો નથી હોતા. કોઈની પીડા જોઈને આપણે અટકી જઈએ અને એ વ્યક્તિની પીડા આપણે ‘સમજી’ શકીએ, એ સહાનુભૂતિ. એ બહુ ટેમ્પરરી ફેઝ હોય છે.
સહાનુભૂતિ આપણી અંદર રહેલી ઉજ્જડ જમીનમાં નાનકડી એવી તિરાડ પાડે છે. આ તબક્કેથી આપણે મનુષ્ય બનવાની શરૂઆત કરીએ છીએ. જેઓ આ તબક્કા સુધી જ નથી પહોંચી શકતા, તેઓ પ્રાણી-વૃત્તિ સાથે મનુષ્યના શરીરમાં અટવાયેલા જીવો હોય છે.
એનાથી આગળનો તબક્કો એટલે ‘એમ્પથી’. હકીકતમાં આ સહ-અનુભૂતિ છે. એમ્પથી શબ્દ સહાનુભૂતિના અર્થને સાર્થક કરે છે. સહાનુભૂતિ = સહ અનુભૂતિ. જેવી પીડા સામેવાળી વ્યક્તિને થાય છે, એવી અને એટલી જ પીડા આપણે પણ અનુભવી શકીએ, એ એમ્પથી.
એક બાળકને તકલીફમાં જોઈને માને જે લાગણી થાય છે, એ એમ્પથી છે. વેન્ટીલેટર પર રહેલા કોઈ દર્દીને જોઈને આપણો શ્વાસ પણ રુંધાતો લાગે, તો એ એમ્પથી છે. એ પીડા વહેંચવાની વાત છે. સામેવાળાની પીડા ફક્ત સમજી જ નહીં, અનુભવી પણ શકીએ તો એ એમ્પથી. ઓબવિયસલી, એ સંવેદનશીલતા અને અવેરનેસનો એક ઉંચો તબક્કો છે.
જે લોકો ‘ઇલ્યુઝન ઓફ સેલ્ફ’માં જીવે છે, તેઓ ક્યારેય એમ્પથી નથી અનુભવી શકતા. જેમણે પોતાની આસપાસ ‘હું’ની બાઉન્ડ્રીઝ બાંધી રાખી છે, એમને અન્ય કોઈની પીડા ક્યારેય સ્પર્શી નથી શકતી. When you are open to each and every living being, than that is the time when you can feel the suffering of others.
એમ્પથી એટલે સહ યાતના, સહ પીડા, સહ અનુભૂતિ. ટૂંકમાં, co-suffering. તમે જે વ્યક્તિને પોતાની એક્સ્ટેન્ડેડ સેલ્ફ ગણતા હોવ, એમના પ્રત્યે એમ્પથી થાય. આપણી આસપાસના દરેક જીવો માટે જો આપણે આ તબક્કો ‘અચીવ’ કરી શકીએ, તો આઈ થીંક આપણી સ્પીરીચ્યુઅલ જર્નીની ગાડી પાટા પર ચડી ગઈ. એ આપણી અંદર રહેલી જમીનમાં અંકુરિત થઈ રહેલો માનવતાનો છોડ છે.
કમ્પેશન એનાથી પણ આગળનો મુકામ છે. એ વ્યક્તિની ‘આપણે’ અનુભવેલી પીડા જ્યારે આપણને એનું સફરિંગ દૂર કરવા માટે કોઈ એક્શન લેવા પ્રેરે, એ કમ્પેશન. કમ્પેશનમાં ક્રિયા છે, ફક્ત અનુભૂતિ નથી. એ સહ-અનુભૂતિ કરી લીધા પછીની ક્રિયા છે. આપણા એ પ્રયત્નો જે સામેવાળાની યાતના દૂર અથવા ઓછી કરવામાં સહાયક બની શકે. So, compassion is the epitome of everything. If we can reach there, we have made it. કમ્પેશન એટલે આપણી અંદર ઉગેલું હ્યુમેનીટીનું બોધીવૃક્ષ. પણ કોઈને છાંયો આપી શકાય, એ માટે આપણે કેટલા વિસ્તરવું પડે ? ફિલોસોફર Carl Jung એ કહેલું એમ,
“No tree can grow to heaven unless its roots reach down to hell.”
Each one of us has to pass through the hell in order to reach the express highway of spirituality. જેઓ પીડા, યાતના કે દુઃખમાંથી પસાર નથી થતા, તેમનામાં કશું જ બદલાતું નથી. ન તો ભાવનાત્મક રીતે, ન તો આધ્યાત્મિક રીતે. હાર્ટ-બ્રેક હોય કે ડિપ્રેશન, આધ્યાત્મિક સફરની શરૂઆત નરકમાંથી જ થાય છે.
It’s a long and arduous journey. It takes patience and practice. We are all on the same path. Let’s help each other.
પણ એક વાત તો નક્કી છે. Compassion changes a lot. મધર ટેરેઝાના બે અદભૂત ક્વોટસ છે.
“If we have no peace, it is because we have forgotten that we belong to each other.”
‘Not all of us can do great things. But we can do small things with great love.’
આ સેપરેટ બોડીઝ અને સેપરેટ આઇડેન્ટિટીઝ ઓપ્ટીકલ ઇલ્યુઝન છે. એ ઈલ્યુઝનમાંથી બહાર આવવાની મથામણ જ અધ્યાત્મ છે. It starts with self, extends beyond self and encompasses the entire universe.
Apart from all this, Compassion brings joy. ‘અ રેન્ડમ એક્ટ ઓફ કાઈન્ડનેસ’ આપણી અંદર ઓક્સીટોસીન નામનો હોર્મોન સીક્રિટ કરે છે. આપણી અંદર સીક્રિટ થતો આ હોર્મોન આપણી પ્રસન્નતાનું સિક્રેટ છે.
Long story short, મનના મેદાન અને અધ્યાત્મના અખાડામાં કોઈ એક કસરત રોજ કરવા જેવી હોય, તો એ કમ્પેશન છે. આમ, જોઈએ તો આ જીવનમાં બે જ વસ્તુઓ આપણને તારી શકે તેમ છે. પેશન અને કમ્પેશન.
-ડૉ. નિમિત્ત ઓઝા
(BTW, મારા બે નવા પુસ્તકોની માહિતી માટે અહીં ક્લિક કરો.)
This Terminology of three words can awake the human mind statues in this AI age.
LikeLiked by 2 people
This was the first thing taught to us on our 1st day in Medical College.Empathy means”Walking into someone else’s shoes”Thank you so much sir for taking up this topic and presenting in so much convincing way.
LikeLiked by 1 person
સ્પિરીચ્યુઅલ પાથ ઉપર નો વાંચવા મળેલ સૌથી સુંદર લેખ.
LikeLiked by 1 person