ક્યારેક કશું જ લખવાનું મન ન થાય. લખવાની તો શું ? બોલવાની ઈચ્છા પણ ન થાય. એવું લાગે કે મારી અંદર રહેલી જાત સાથે હું ‘At peace’ છું. Now, this brings us to an entire different story.

લખવા, બોલવા કે કહેવાની જરૂર શું કામ ઉભી થાય છે ? Why there is a need to express ourselves? મિત્રોને ફોન કરવાની, રૂબરૂ મળીને ‘ઓવર અ કપ ઓફ કોફી’ લાંબા સમય સુધી ગપ્પા મારવાની, ફરિયાદો કરવાની કે ‘મારે કંઈક કહેવું છે’ એવું કહેવાની જરૂરીયાત શું કામ ઉભી થાય છે ?

એ રુદન હોય કે ગુસ્સો, અણગમો હોય કે ઉદાસી. શબ્દો ત્યારે જ નીકળે છે, જ્યારે આપણી ભીતર એક અજંપો હોય. જે કલાકાર સૌથી વધારે અજંપાભરી સ્થિતિમાં જીવતો હોય છે, એ સૌથી વધારે સર્જનશીલ હોય છે.

Once we are at peace with our own selves, there is complete silence within. પછી કોઈ શબ્દો નથી નીકળતા. કશું જ અભિવ્યક્ત નથી થતું. કોઈને કશું કહેવાની કે કોઈની સામે વ્યક્ત થવાની જરૂરીયાત પણ નથી જણાતી. And I think, that is the most dangerous level of freedom.

જો આપણે એવા તબક્કે પહોંચી જઈએ કે જ્યાં  ‘To be seen, heard and understood’ ની પ્રાથમિક જરૂરીયાત જ ખરી પડે, Then I guess that should be the path to liberation.  

ખલીલ જિબ્રાનનું એક અદભૂત ક્વોટ છે.

“You talk when you cease to be at peace with your thoughts.
When you can no longer dwell in the solitude of your heart you live in your lips.’

Now this is something extra-ordinary.

આ વિચારે મને હચમચાવી નાખ્યો છે. બોલવાની જરૂરીયાત ત્યારે જ ઉભી થાય છે, જ્યારે આપણી અંદર રહેલી શાંતિ ડહોળાય છે. મનના શાંત સરોવરમાં વમળો ઉભા થાય, ત્યારે જ શબ્દો જન્મે છે. એનો અર્થ એ થયો કે આપણે કેટલી બધી અસ્થાયી અને અજંપાભરી સ્થિતિમાં જીવી રહ્યા છીએ.

મોટાભાગે એવું બનતું હોય છે કે આપણા મનમાં ચાલી રહેલા લાઉડ, ઈન્સેન અને ઈનસિક્યોર વિચારોને ‘માસ્ક’ કરવા માટે આપણે વાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. The very act of speaking destroys the thinking. બોલવાનું અને વિચારવાનું, એ બંને કામ એકસાથે ન થઈ શકે. એટલે જ આપણે કહીએ છીએ કે બોલતા ‘પહેલા’ વિચારો. કારણકે બોલતી વખતે વિચારી ન શકાય. That brings us to a very different conclusion. જેના શબ્દો વધારે, એના વિચારો ઓછા.

The loudest person in the room is the most insecure.

ક્યારેક એવું લાગે છે કે આપણા જીવનમાં રહેલા તમામ પ્રશ્નોનું એકમાત્ર નિરાકરણ મૌન છે. જે મૌન રહી શકે છે, એ ભયંકર રીતે સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. આમ તો, સ્થિતપ્રજ્ઞ અવસ્થાનું Peculiar લક્ષણ જ મૌન છે.

Speak only if it improves upon the silence.’

-Mahatma Gandhi

આનો અર્થ જ એ છે કે વ્યક્તિ જ્યારે ‘સ્પીરીચ્યુઅલ ક્રાઈસીસ’માં હોય છે, ત્યારે જ શબ્દોનો મહત્તમ ઉપયોગ કરે છે. આપણી ઉપર તોળાઈ રહેલું આધ્યાત્મિક સંકટ, આપણા દરેકની સૌથી મોટી સમસ્યા છે. આ સમસ્યાનો એક માત્ર ઉપાય મૌન છે. Those who are silent by choice and not by force, are the ones who are ecstatic.

માનસિક અસ્વસ્થતાનું સૌથી મેજર લક્ષણ જ ‘વર્બલ ડાયેરિયા’ છે.

જે દિવસે શબ્દોની જરૂર નહીં પડે, એ દિવસે આ જગતમાં આપણે કોઈના પર ડીપેન્ડન્ટ નહીં રહીએ. જે દિવસે આપણે આપણા મૌન સાથે કમ્ફોર્ટેબલ થઈ જશું, એ દિવસે આ જગતનું તમામ નોન-સેન્સ સ્ટફ આપણે સરળતાથી ટોલરેટ કરી શકશું. સમસ્યા એક જ છે, મૌન ઉગાડવા માટે બહુ વ્યાપક આધ્યાત્મિક ખેતી કરવી પડે છે.

એ કેવી આઈરની છે કે ઈશ્વર સરળતાથી કોઈને મૌન રહી શકવાની લાયકાત પણ નથી આપતો. Silence પણ ડિઝર્વ કરવું પડે છે.

The world is already too loud for us. અને એનાથી પણ વધારે લાઉડ આપણા વિચારો છે. સૌથી વધારે નોઈઝ પોલ્યુશન આપણા વિચારો જ કરતા હોય છે. એ અવાજને શાંત કરવાનો એક જ રસ્તો છે, જાતને સાયલન્ટ મોડ પર મૂકી દેવી.

“Silence is a source of Great Strength.”

-Lao Tzu

શબ્દો આપણી ઘણી બધી ઉર્જા વેડફી નાંખે છે. અજંપો અભિવ્યક્તિ તરફ લઈ જાય છે અને માનસિક શાંતિ મૌન તરફ. ઇવેન્ચ્યુઅલી, મૌન આપણને મનન અને મેડિટેશન તરફ લઈ જાય છે. That is where we all belong.

એ શૂન્યતા, એ ખાલીપો, એ અવકાશ. એ આપણું ઘર છે. Wishing you a silent day.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

5 thoughts on “

 1. When I read this content silently,
  all the words call me to talk, to think , to converse with depth of this spiritual parley. That becomes my peace of meditation.

  Liked by 1 person

 2. એકદમ સચોટ. સર એટલેજ રૂષિ મુની ઓ કદાચ મૌન રહી શાશ્વત આનંદ મેળવતા હશે.

  Liked by 1 person

 3. Mara dada hamesha kehta
  આ સંસાર અસાર છે, મૌન જ મહાન છે…

  True it is…When you are silent by choice nit ny force you are in ecstatic state ….

  No words for the article …👏👏

  Liked by 1 person

 4. ધ્યાન અને યોગની એવી ઉચ્ચ કક્ષા અનુભવેલી છે કે જ્યારે મને કોઈને ફોન કરવાની કે કંઈ વિડીઓ અથવા ગીતો જોવા, સાંભળવાની જરૂરિયાત જ ન હતી લાગતી. હું મારી જાત સાથે એકદમ અનુકૂળ થઈ ગયેલી. ઈશ્વરનો સાથ અને સાદ મૌનમાં જ અનુભવાય છે. અને હા, મને યાદ છે કે બોલવાથી મારામાંથી કંઇક ઓછું થઈ રહ્યાની અનુભૂતિ થતી હતી.
  મૌન રહ્યા પછી બોલાયેલા શબ્દો પણ ઊર્જાથી ભરપૂર હોય છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: