Stimulate your vagus nerve

બહુ ઓછા લોકોને એની જાણ હશે કે આપણું શરીર બે પ્રકારની ‘નર્વસ સીસ્ટમ’ના પ્રભાવમાં હોય છે. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ અને પેરાસિમ્પથેટીક નર્વસ સીસ્ટમ.

સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એટલે એડ્રીનાલિન રશ. ‘ફ્લાઈટ ઓર ફાઈટ રીએક્શન’. જ્યારે આપણે ભય, ચિંતા કે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આ નર્વસ સીસ્ટમ એક્ટીવેટ થાય છે. એ આપણને ભયનો સામનો કરવા (ફાઈટ) અથવા તો જોખમી પરીસ્થિતિથી દૂર ભાગી જવા (ફ્લાઈટ) માટે તૈયાર કરે છે. આ દરમિયાન આપણા હાર્ટ-રેટ, બ્લડ પ્રેશર, Breathing બધું જ ફાસ્ટ થઈ જાય છે. આપણે એલર્ટ બની જઈએ છીએ. ટૂંકમાં, આ ‘સર્વાઈવલ મોડ’ છે.

આ સીસ્ટમની સૌથી વધારે જરૂર પૌરાણિક કાળમાં હતી. માનવજાતિની ઉત્ક્રાંતિ જોઈએ તો જે સમયે મનુષ્યો પાસે શેલ્ટર નહોતું ત્યારે તેઓ ભટકતું જીવન ગાળતા. આ દરમિયાન અન્ય પ્રાણીઓ દ્વારા હુમલાથી બચવા માટે, ખોરાકની શોધ માટે, ભયજનક સ્થળો કે પરીસ્થિતિઓથી બચવા માટે આ નર્વસ સીસ્ટમ આપણને સર્વાઈવ કરવામાં મદદ કરતી.

ધીમે ધીમે, માનવજાતિ એક સુરક્ષિત અને સલામત સ્થળ પણ રહેઠાણ કરવા લાગી. તેમની ખોરાક, પાણી અને બાકીની પ્રાથમિક જરૂરીયાતો સરળતાથી ઉપલબ્ધ થવા લાગી. અત્યારે આપણે ઉત્ક્રાંતિના સર્વોચ્ચ તબક્કામાં છીએ. કૂતરું પાછળ પડ્યું હોય કે લાકડી લઈને કોઈ આપણને મારવા દોડે, એ સિવાય આપણને આ ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ રીએક્શનની જરૂર નથી પડતી. પણ તેમ છતાં આ જ સીસ્ટમ અત્યારે આપણને સૌથી વધારે નુકશાન પહોંચાડે છે.

બ્લડ પ્રેશર, હ્રદયરોગ જેવા તમામ રોગોનું મૂળભૂત કારણ સ્ટ્રેસ, ચિંતા કે અજ્ઞાત કારણોસર ઓવર-એક્ટીવેટ થયેલી સિમ્પથેટીક સીસ્ટમ છે.

આ સીસ્ટમ આપણને સર્વાઈવલ મોડમાંથી બહાર નથી આવવા દેતી. ભય આપણો પીછો નથી છોડતો. દરેક વસ્તુ, પરીસ્થિતિ કે વ્યક્તિને આપણે શંકાની નજરે જોઈએ છીએ, એની પાછળ આપણી સર્વાઈવલ ઇન્સ્ટીક્ટ રહેલી હોય છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે ભયથી સુરક્ષિત રાખવા માટે વારંવાર એલર્ટ થઈ જતી આ સીસ્ટમ જ આપણને વધારે નુકશાન પહોંચાડે છે. દેખીતી રીતે આપણી આસપાસ કોઈ ફીઝીકલ થ્રેટ ન હોય ત્યારે પણ આ સીસ્ટમને કારણે આપણે બેચેન અને અસ્વસ્થ રહીએ છીએ.

બીલીવ મી, આ સીસ્ટમ આપણને નિરાંત અને શાંતિથી એક ક્ષણ પણ બેસવા પણ નથી દેતી. કારણકે એનું કામ જ આપણને ‘ઓન ટોઝ’ રાખવાનું છે. જેઓ ઉત્ક્રાંતિના નીચલા તબક્કામાં છે, તે બધા જ પ્રાણીઓ પોતાનું સમગ્ર જીવન ‘ફ્લાઈટ ઓર ફાઈટ મોડ’માં જ પૂર્ણ કરે છે.

રસ્તા પર રહેલા કૂતરા સતત એલર્ટ મોડમાં હોય છે. તેમના હાર્ટ-રેટ અને Breathing સતત ઉત્તેજિત અવસ્થામાં હોય છે, કારણકે એ એમની સર્વાઈવલ જરૂરીયાત છે. જેઓ અવેર નથી એવા મનુષ્યો પણ પોતાનું સંપૂર્ણ જીવન આ જ મોડમાં વિતાવી નાખે છે. મનુષ્યો માટે ‘ફ્લાઈટ ઓર ફાઈટ’, જરૂરીયાત કરતા વધારે એક સબ-કોન્શિયસ આદત બની જાય છે.

નાની નાની વાતોમાં ચિંતા કરવી, કશુંક અશુભ થવાના વિચારો આવવા, નેગેટીવ વિચારીને સ્ટ્રેસ વધારવું, આખું જગત મારી વિરુદ્ધમાં છે એમ માનીને સતત ‘ડીફેન્સીવ’ મોડમાં રહેવું, દરેક વસ્તુ કે વ્યક્તિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો વગેરે આપણી આ ડીફોલ્ટ સર્વાઈવલ સીસ્ટમનું પરિણામ છે. But it harms. આ પ્રકારનું બિહેવિયર આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરે છે. ઊંઘ ઓછી થઈ જાય, વિચારો બંધ જ ન થાય, બેચેની રહ્યા કરે, અસ્વસ્થતા અનુભવાય અને આવું તો કેટલુંય.

એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે. એની એન્ટી-ડોટ રહેલી આપણી બીજી સીસ્ટમ એટલે કે પેરા-સિમ્પથેટીક નર્વસ સીસ્ટમને એક્ટીવેટ કરવી. એ સીસ્ટમ ‘રેસ્ટ એન્ડ ડાઈજેસ્ટ’ માટેની છે. એ આપણને રીલેક્સ કરે છે. ભયમાંથી મુક્ત કરે છે.

આ સીસ્ટમ આપણને નિરાંત અને રાહત આપે છે. આ સીસ્ટમ આપણી સર્વાઈવલ વૃત્તિની વિરુદ્ધમાં કામ કરે છે એટલે એ એક્ટીવેટ કરવા માટે આપણે પ્રયત્નો કરવા પડે છે. દિવસના કોઈ પણ સમયે આ સીસ્ટમ એક્ટીવેટ કરી શકાય છે.

જ્યારે પણ ચિંતા થાય, ભય લાગે, નેગેટીવ વિચારો કરીને હ્રદયના ધબકારા વધી જાય, કશુંક અશુભ થશે એવી ગભરામણ થાય, કોઈ આપણને રીજેક્ટ કરશે, કોઈ સ્વજનનો એક્સીડન્ટ થશે, કોઈ મોટી ખોટ કે નુકશાન જશે વગેરે જેવા ‘વિચારો’થી આપણે ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ મોડમાં પ્રવેશીએ, ત્યારે તરત જ એને કાઉન્ટર કરવા માટે આપણી પેરા-સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એક્ટીવેટ કરવી.

એ કામ બહુ સરળ છે. આપણા શરીરમાં રહેલી ‘વેગસ નર્વ’ પેરા-સિમ્પથેટીક સીસ્ટમનું સંચાલન અને નિયંત્રણ કરે છે. And you will be surprised that we can voluntarily stimulate this nerve. આપણી Breathing pattern આપણા કંટ્રોલમાં હોય છે. અને એ Breathing pattern માં બદલાવ લાવીને આપણે વેગસ નર્વ સ્ટીમ્યુલેટ કરી શકીએ છીએ.

ચિંતા, સ્ટ્રેસ કે તનાવ દરમિયાન આપણું Breathing ‘shallow and fast’ થઈ જાય છે (સિમ્પથેટીક/ સર્વાઈવલ પેટર્ન). મેં આગળ કહ્યું એમ જો આપણી આસપાસ કોઈ ફીઝીકલ થ્રેટ ન હોય, તો આ Breathing pattern and activated sympathetic nervous system is not required at all. Not only that, it is injurious to our health. એ સમયે “deep” breathing કરવાથી આપણે નર્વસ સીસ્ટમનો મોડ ચેન્જ કરી શકીએ છીએ.

ફક્ત આપણું Breathing control કરવાથી, આપણે પેરા-સિમ્પથેટીક મોડમાં પ્રવેશી શકીએ છીએ. વેગસ નર્વનું મુખ્ય કામ જ આપણને શાંત પાડવાનું છે. એના માટે એક સ્પેસીફીક Breathing pattern છે Which is ‘4:8 breathing technique’.

It is very simple technique. આપણો ઉચ્છવાસનો સમય આપણા શ્વાસ કરતા બમણો કરી નાખવાનો. The Exhalations (Expirations) should be longer than our Inhalations (Inspirations). ‘4:8 breathing technique’ માં ચાર સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લેવાનો અને પછી તે ધીમે ધીમે આઠ સેકન્ડ્સ સુધી છોડવાનો.

એટલે કે ઊંડો શ્વાસ લેતી વખતે મનમાં ‘એક બે ત્રણ ચાર’ ગણવાના અને પછી મનમાં આઠ ગણીએ ત્યાં સુધી ધીમે ધીમે એ શ્વાસ છોડતા જવાનો. આમ તો કોઈપણ Deep breathing exercise આપણને પેરા-સિમ્પથેટીક મોડમાં લઇ જાય છે પરંતુ ગયા વર્ષે થયેલા બે રીસર્ચ એવું કહે છે કે આ ટેકનીક સૌથી વધારે આપણી વેગસ નર્વ સ્ટીમ્યુલેટ કરે છે. It calms us down with immediate effect.

આ ઉપરાંત ‘Box breathing’ ( 4 :4 :4 breathing technique) પણ એટલી જ ઉપયોગી છે. જેમાં ચાર સેકન્ડ સુધી શ્વાસ લેવાનો, ચાર સેકન્ડ હોલ્ડ કરવાનો અને ચાર સેકન્ડ સુધી છોડવાનો.

આ બંનેમાંથી કોઈપણ ટેકનીકના દસ થી પંદર રીપીટેશન્સ આપણને તત્કાલ અસરથી નિરાંત અને રાહત આપશે. આપણું સ્ટ્રેસ ઓછું કરશે.

એ મેડિટેશન હોય કે સ્વાસ્થ્ય, આપણા શ્વાસ જ મુક્તિનો માર્ગ છે. દરેક ચમત્કાર શ્વાસના માર્ગે જ થાય છે. And the wonderful thing is that we can control our breathing. And by doing that, we can manipulate our entire system.

આપણે બહુ ‘ફાઈટ ઓર ફ્લાઈટ’ કરી લીધું. Now it’s time to calm down, slow down and relax. Activate your vagus nerve and open your gateway to Paradise.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

6 thoughts on “Stimulate your vagus nerve

 1. સમગ્ર પ્રકૃતિ ઉર્જાવાન છે. ક્યાંક ઉર્જા દ્રશ્યમાન છે તો ક્યાંક ઉર્જા
  અદ્રશ્ય છે. પ્રત્યેક સજીવ સતત ઉર્જા પ્રાપ્તિની મથામણમાં વ્યસ્ત રહે છે.
  માણસની દરેક પ્રવૃત્તિ કાં તો ખોરાકની શોધ માટે હોય છે કાં તો આનંદની શોધ
  માટે. જે પણ તત્ત્વ વડે જીવન અને ચેતના પોષાતી રહે એ ઉર્જા. એ અર્થમાં ખોરાક
  અને આનંદ, આ બંને ઉર્જા પ્રાપ્તિના જ સ્ત્રોત છે. ઉર્જા શબ્દ માટે એક
  સમાનાર્થી શબ્દ ઉષ્મા છે. આદિમાનવે સંસ્કૃતિના યાત્રાના આરંભે કોઈ ક્ષણે
  સમૂહમાંરહેવાનુ નક્કી કર્યું હશે ત્યારે તેને ઉર્જા એજ ઉષ્મા એવું સત્ય
  લાધ્યું હશે એમ બને.
  ભૌતિક વિજ્ઞાનમાં અનેક ઉર્જા પ્રકારો છે પણ વૈયક્તિક સંદર્ભમાં ઉર્જાના
  પ્રકારો આ મુજબ હોય શકે. શારીરિક કે ભૌતિક ઉર્જા, માનસિક કે અદ્રશ્ય ઉર્જા,
  વૈચારિક ઉર્જા, આધ્યાત્મિક ઉર્જા, બૌદ્ધિક ઉર્જા, સામાજીક ઉર્જા વગેરે. આ
  દરેકનું ઉત્પત્તિ સ્થાન અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિની ઉર્જા જરૂરિયાત પણ
  અલગ અલગ હોય છે એક અર્થમાં જેમ ચહેરા સૌના અલગ હોય છે એમ ઉર્જા જરૂરિયાત પણ
  સૌની પોતાની હોય છે. બહુ વિચાર કરતા એવું લાગે કે શોખ એ જે તે વ્યક્તિની ઉર્જા
  જરૂરિયાત પ્રમાણે જ વિકસતા હશે. અને જાણે અજાણે દરેક સજીવ પોતાની ઉર્જા
  જરૂરિયાતનું મેનેજમેન્ટ કર્યા કરે છે. થાક, કંટાળો, વિષાદ, ઉદાસી કે નિરાશા એ
  અંતે તો ઉર્જા મેનેજમેન્ટની નિષ્ફળતા જ ગણાય. અથવા એ ઉર્જા પ્રાપ્તિ અને ઉર્જા
  જરૂરીયાત વચ્ચે નો તફાવત પણ હોઈ શકે. મનોવિજ્ઞાન આ બાબતનો અભ્યાસ કરી શકે. એ જ
  રીતે કોઈ રોગ પણ આવાં જ અસંતુલનનું પરિણામ હોય છે. વધુ આગળ વિચારીએ તો શ્રદ્ધા
  એ ધાર્મિક ઉર્જાનું , ધર્માંચારણમાંથી પ્રાપ્ત ઉર્જાનું સમતોલન છે અને
  અંધશ્રદ્ધા એ ધાર્મિક ઉર્જા પરનું અસમતોલ અવલંબન માત્ર છે. તણાવ,સ્ટ્રેસ,
  વિષાદ કે ડિપ્રેશન પણ એવી ઉર્જાની અછત જ છે જે આનંદજન્ય હોય છે.
  આ સઘળી વાતોનો અર્થ એ જ કે ઉર્જા મેનેજમેન્ટ સ્વસ્થ અને સભર જીવન માટે શ્વાસ
  જેટલી જ જરૂરી બાબત છે. કમનસીબે આ બાબત આપણી કેળવણીનો હિસ્સો નથી અને એટલે જ
  વાતે વાતે થાકી જતાં, હારી જતાં, નિરાશ થઈ જતાં માણસોનો સમૂહ વધતો રહે છે.

  પ્રશ્ન એ છે કે વ્યક્તિગત જીવનમાં ઉર્જા મેનેજમેન્ટ એટલે શું? સરળ રીતે એમ કહી
  શકાય કે ઉર્જાના સ્ત્રોતો ઓળખી તેનું જતન અને મહત્તમ ઉપયોગ તેમજ જ્યાં ઉર્જા
  વેડફાતી હોય એવાં વિચારો કે પ્રવૃતિઓથી અંતર. પણ આ વાત સાવ સહેલી નથી. આપણે
  ઉર્જાના અસલી અને નકલી સ્ત્રોત વચ્ચેનો ભેદ પરખવો પડે. સાથે સાથે આપણી ઉર્જા
  જરૂરીયાતને પણ ચકાસવી પડે. સૌથી મોટી વાત એ છે કે આ બંને જીવનભર બદલાતાં રહે
  છે. વળી આ બંને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની પોતાની
  પ્રાથમિકતા પણ અલગ હોય છે. આધ્યાત્મિક ઉર્જા માટે મથનાર વ્યક્તિ શારીરિક
  ઉર્જાને અવગણી બેસે તેવાં ઉદાહરણો પણ છે. શોખ માટે એટલે કે માનસિક ઉર્જા માટે
  શરીરને અવગણનાર લોકો પણ ઘણા છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટીએ ઉર્જા કદી નાશ પામતી
  નથી પણ માત્ર સ્વરૂપ બદલે છે. વાત ગહન છે પણ સમજવા જેવી છે. કોઈને
  પર્વતારોહણનો શોખ હોય તો એ પ્રવૃત્તિમાં શરીર ઉર્જા વપરાશે પણ આનંદજન્ય ઉર્જા
  વધશે. એક અર્થમાં આ ઉર્જાનું રૂપાંતર જ થયું ને?

  મહત્વની અને આપણાં કાબુમાં હોય એવી બે જ ચીજ છે. એક એ કે જે વાતચીત,
  પ્રવૃત્તિ, વિચાર કે ઘટનામાં ઉર્જા વેડફાતી હોય એનાથી દૂર રહેવું અને બીજું,
  જેમાંથી આનંદ મળતો હોય એ વાત, વિચાર કે પ્રવૃત્તિમાં સાતત્ય કેળવવું. વિશ્વની
  ઉર્જા બાબતે ચિંતા કરવાની સાથે ઊર્જાના વિશ્વ માટે વિચારવું જ રહ્યું.

  -પ્રણવ ત્રિવેદી

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: