સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. તકલીફોનો સ્વીકાર. જ્યાં સુધી પીડિત અને થેરાપીસ્ટ, બંને પીડિતની તકલીફોનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી સારવાર શરૂ જ નથી થતી.
મારી સામે રહેલું દર્દી જ્યાં સુધી પોતાની પીડા, તકલીફો કે ફરિયાદોની પ્રામાણિક કબુલાત નથી કરતું, ત્યાં સુધી બધી જ તકલીફો એ દર્દીની અંદર રહે છે. હું આને ‘ફર્સ્ટ બ્લોક’ કહીશ. જો દર્દીની અસ્વસ્થતા, પીડા કે યાતના દર્દી દ્વારા યોગ્ય રીતે અભિવ્યક્ત જ નથી થતી અથવા એ તકલીફોનો દર્દી પોતાના દ્વારા જ સ્વીકાર નથી થતો, તો એ સંજોગોમાં એ તકલીફો મારા સુધી નથી પહોંચતી. એટલે ઓબવિયસલી, સારવાર શરૂ ન થઈ શકે.
એ માનસિક પીડા હોય કે શારીરિક, જ્યાં સુધી પીડા આ ‘ફર્સ્ટ બ્લોક’ ક્રોસ નથી કરતી એટલે કે અભિવ્યક્ત નથી થતી, ત્યાં સુધી એ સપ્રેસ થયા કરે છે.
એ disturbing thoughts હોય, બેચેની, ગભરામણ, ચિંતા, હતાશા કે પછી કોઈ શારીરિક પીડા, એ બહાર આવવાના ફક્ત ત્રણ જ રસ્તાઓ છે. આંખ, જીભ અને હાથ. ‘ફર્સ્ટ બ્લોક’ને પાર કરવા માટે આ ત્રણમાંથી કોઈપણ એક રસ્તે પીડાનું બહાર નીકળવું જરૂરી છે. કાં તો રડી લેવાથી, કાં તો કોઈને કહી દેવાથી અથવા તો કોઈ એક કાગળ પર લખી નાખવાથી. હું એવું કહીશ કે કોઈપણ પીડાની પ્રાથમિક સારવારના આ ત્રણ મુખ્ય માર્ગો છે. As soon as you let it out, the healing begins.
પણ એ પીડા કોઈ ને કોઈ રીતે વ્યક્ત થવી જરૂરી છે. અવ્યક્ત રહી ગયેલી પીડાઓ આપણી અંદર ક્યાંક દટાઈ જતી હોય છે. એક્ચ્યુઅલી, સપ્રેશનની એ પ્રક્રિયામાં આપણી અંદર રહેલી તકલીફોનું દમન નથી થતું, વાવેતર થતું હોય છે. સપ્રેસ કરેલી એ લાગણીઓ, યાતનાઓ અને ફરિયાદો આપણા જ શરીરમાં કોઈ અન્ય બીમારી કે તકલીફ તરીકે અંકુરિત થતી હોય છે. સપ્રેસ કરેલા ઈમોશન્સ સમય જતા કોઈ અલગ સ્વરૂપમાં મેનીફેસ્ટ થાય છે. અને માટે, તકલીફોની અભિવ્યક્તિ જરૂરી છે. ‘ફર્સ્ટ બ્લોક’ ક્લીઅર કરવો, અનિવાર્ય છે.
સામે રહેલી વ્યક્તિ કે થેરાપીસ્ટ, પીડિતની તકલીફોનો આદર અને સ્વીકાર કરે, એ સારવારનો બીજો તબક્કો છે. જો મારી સામે રહેલા દર્દી કે મિત્રની તકલીફોનો હું અસ્વીકાર કરું, તો એ ‘સેકન્ડ બ્લોક’ છે. પીડિતની સારવાર ત્યાં જ અટકી જાય. ટૂંકમાં, આ ફર્સ્ટ અને સેકન્ડ બંને બ્લોક ક્લીઅર કરવા માટે સ્વીકાર જરૂરી છે. પહેલા દર્દી કે પીડિત પોતાના દ્વારા અને ત્યાર બાદ એની તકલીફો સાંભળનારી વ્યક્તિ દ્વારા.
The point which I want to make is that કે ઘણીવાર એવું બને છે કે દર્દીઓ માત્ર ‘કન્સલ્ટેશન’થી જ રાહત અનુભવે છે. મારી પાસે એવા દર્દીઓનો રેકોર્ડ છે, જેમની ફક્ત વાત સાંભળ્યા પછી એમની તબિયત સુધરવા લાગી હોય (Of course, એવા દર્દીઓ જેમની બીમારી બહુ મોટી કે ગંભીર ન હોય.)
એનું એક કારણ એ હોય શકે કે દર્દી જ્યારે પોતાની તકલીફો અમને કહેતું હોય છે, ત્યારે એમની તકલીફો કે સમસ્યાઓ સાંભળ્યા બાદ, અમે તે તકલીફો લખી લેતા હોઈએ છીએ. We note down their complaints.
This simple act can create wonders. સાવ સામાન્ય લાગતી આ તકલીફો લખવાની ક્રિયા, સારવારની પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે.
જે ક્ષણે આપણી તકલીફો આપણે કોઈને કહીએ છીએ, એ જ ક્ષણે આપણે એ તકલીફો પ્રત્યે ‘અવેર’ બની જઈએ છીએ. આ ‘અવેરનેસ’ આપણું હિલીંગ કરે છે.
આ અવેરનેસ જ સપ્રેશન કે દમનનું વિરુદ્ધાર્થી છે. હેરાન કરતા વિચારો, પીડા કે તકલીફોની ક્યારેક ફક્ત નોંધ લેવાથી આપણને રાહત અનુભવાતી હોય છે. એનું કારણ અવેરનેસ છે.
As soon as we become aware about something, it disappears from our subconscious.
આપણા રોગ, બીમારી, સમસ્યાઓ, માનસિક યાતનાઓ અને અનેક જાતની પીડાનું મૂળ આપણા સબ-કોન્શિયસમાં રહેલું છે. એનો સૌથી અકસીર ઈલાજ અવેરનેસ છે. જ્યાં સુધી અવેરનેસ નથી, ત્યાં સુધી દવા કે ઓપરેશન કાંઈ જ કામ નહીં કરે.
એક નાનકડો એવો પ્રયોગ કરી જોજો. જ્યારે પણ અસ્વસ્થતા કે પીડા અનુભવાય, તો સૌથી પહેલા ‘ફર્સ્ટ બ્લોક’ ક્લીઅર કરો. એનો શ્રેષ્ઠ રસ્તો છે ‘write it down’. એક કોરો કાગળ લો અને તમને અનુભવાતી પીડા, તકલીફો, વિચારો કે ચિંતા સવિસ્તાર લખી નાખો. ક્યારેક ફક્ત આટલું જ કરવાથી, તમને રાહત અને શાંતિ અનુભવાશે.
રાતે ઊંઘ ન આવતી હોય, તો ઉભા થાવ અને તમને ડિસ્ટર્બ કરતા વિચારો એક ડાયરીમાં લખી નાખો. ઊંઘ આવી જશે. પછી ડાયરીના એ પાનાંને ફાડી નાખો, બાળી નાખો કે કચરામાં જવા દો. પણ મહત્વનું એ છે કે તકલીફો કે વિચારોનું ‘વિરેચન’ થવું જોઈએ.
આપણી મોટાભાગની પીડા, તકલીફો કે બીમારીઓ ‘વિચારોના કોન્સ્ટીપેશન’માંથી ઉદભવતી હોય છે. એને નિયમિતપણે કાગળ પર ઠલવતા રહો. You are your best therapist.
એ લાગણીઓ હોય, વિચારો કે પીડા, આપણું શરીર કશાયના ‘સંગ્રહ’ માટે બનેલું જ નથી. આપણું મુખ્ય કામ જ ઉત્સર્જન, excretion કે વિરેચન છે. પાણી જેવું પાણી પણ જો શરીરમાં એકઠું થાય, તો પગમાં સોજા ચડે કે શ્વાસ લેવામાં તકલીફ પડે. એ કેન્સરના સ્વરૂપમાં હોય કે ડીપ્રેશનના, Accumulation leads to disease.
ટૂંકમાં, કશાયનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. શરીરની અંદર પણ નહીં અને બહાર પણ નહીં. શાંતિ અને નિરાંત સુધી લઈ જનારો દરેક રસ્તો ‘અપરિગ્રહ’માંથી પસાર થાય છે. પરિગ્રહનો અર્થ જ બીમારી.
Pmsh
LikeLike
આ ફીનીક્ષ જેવું છે. એકવાર મૃત્યુ પછી પુનઃ નવ સર્જન, જીવન પુનરાગમન તરફ પગરણ માંડવા જેવું છે.
You better understand the vein of life. 💐
LikeLike
Very nice article
Doctor patient relations should be nice
Then & then patient can say
LikeLike