સંબંધો પીડા કેમ આપે છે ?

કોઈ સંબંધ શું કામ તકલીફ આપે છે ? શું કામ આપણે વારંવાર લાગણીઓની ભરતી-ઓટ કે emotional turmoil માંથી પસાર થવું પડે છે ? કેમ ક્યારેક એવો વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ આપણી જિંદગીમાં આવી જ શું કામ ? અથવા જો આવી જ ગઈ’તી, તો પછી ગઈ શું કામ ?

આપણા જીવનકાળ દરમિયાન આપણા સંપર્કમાં આવતા લોકો નિયતિએ નક્કી કરેલા હોય છે ? કે તેઓ આપણને આકસ્મિક રીતે મળી જાય છે ?

હમણાં મારા એક બહુ જ નજીકના મિત્રએ મને આવા સવાલો પૂછ્યા. એ મિત્ર એક ‘ઈમોશનલ ટ્રોમા’માંથી પસાર થઈ રહ્યો છે. તેણે પૂછ્યું કે, ‘નિમિત્ત, સંબંધોમાંથી મળતી પીડા આગલા જન્મના ઋણાનુબંધને કારણે હોય છે કે પછી આ જન્મોના કર્મોનું પરિણામ ? ઈમોશનલ તકલીફો આપીને જિંદગી મને કોઈ પાઠ ભણાવી રહી છે કે પછી કોઈ સજા આપી રહી છે ?’

એને આપેલો જવાબ, મારે તમારી સાથે પણ શેર કરવો છે. એના આટલા બધા પ્રશ્નોનો, મારી પાસે ફક્ત એક જ જવાબ હતો.

મેં એને કહ્યું, ‘આપણો દરેક સંબંધ આપણને મળેલું એક સ્પીરીચ્યુઅલ એસાઈનમેન્ટ છે.’ પીરીયડ. આનાથી વધારે મને કશું જ ન સૂઝ્યું. પણ એને આ જવાબ કન્વીન્સીન્ગ અને સંતોષકારક લાગ્યો.

Let’s look at it this way.  આપણા જીવનમાં પ્રવેશનારી દરેક વ્યક્તિ (સારી કે ખરાબ) આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક સિક્રેટ કોડ છે. આ યુનિવર્સ (ઈશ્વર, પરમાત્મા, શિવ કે આપણે એને જે નામથી ઓળખીએ) દ્વારા મોકલાયેલો એક સ્પેશીયલ દૂત કે સેવક છે, જે આપણા ચૈતન્યનું સમારકામ કરવા આવે છે.

શરીર કે મન ઉપર થનારો દરેક ઉઝરડો કે ઘસારો આપણને પોલીશ કરે છે. સંબંધોની પીડા કોઈ સજા કે પાઠ નથી, તે એક પ્રક્રિયા છે. It’s a process of spiritual evolution. ભૂતકાળના સંબંધોને કારણે આપણે ભોગવેલી માનસિક પીડા, આપણને એક નવા લોકમાં પ્રવેશ કરાવે છે. એ તબક્કે થોડા નવા લોકો, નવા સંબંધો કે નવી વ્યક્તિઓ આપણા જીવનમાં પ્રવેશે છે. જો એ લોકો સાથે આપણું સાયુજ્ય રચાય અને સ્થપાય, તો આપણી આધ્યાત્મિક સફર ત્યાં અટકી જાય છે. આપણા ચૈતન્યને વિકસવાનો ચાન્સ નથી મળતો.

પરંતુ જો એ ‘આધ્યાત્મિક સ્ટેશન’ પર રહેલા લોકોમાંથી કોઈ એક સંબંધ, ફરીથી આપણી અંદર કોઈ વમળ કે ઘટના સર્જે એટલે કે આપણને પ્રેરિત કરે અથવા તો આપણું હાર્ટ-બ્રેક કરે, તો ઓટોમેટિકલી આપણા આધ્યાત્મિક આરોહણની પ્રક્રિયાને વેગ મળે છે. અને આપણે ‘અવેરનેસ’ કે જાગૃતિનું વધુ એક પગથિયું ચડીએ છીએ.

જેણે પોતાની આધ્યાત્મિક સફર શરૂ જ નથી કરી એવા કોઈ જાનવરથી લઈને શિખર પર બેઠેલા કોઈ યોગી સુધી, હકીકતમાં આપણે દરેક પરમ-તત્વની ગતિ તરફના ‘મેચ્યોરેશન એરેસ્ટ’માં છીએ. જીવનમાં મળતી દરેક પીડા, દરેક તકલીફ, દરેક દુઃખ પાછળનો એક માત્ર આશય આપણને એ ‘અન-અવેરનેસ’ કે અજ્ઞાનતાની બેડીઓમાંથી છુટકારો અપાવવાનો હોય છે. આપણને શુદ્ધ અને દિવ્ય ‘યુનિવર્સલ કોન્શિયસનેસ’ (વૈશ્વિક ચેતના) તરફ લઈ જવાનો હોય છે. But we become so used to our suffering, that we never realize that.

પીડા આપતા સંબંધો કે ‘energy consuming’ વ્યક્તિઓ સાથે આપણે એટલા બધા કમ્ફોર્ટેબલ થઈ ગયા હોઈએ છીએ, કે આપણે એ લગાવ જતો કરવા નથી ઈચ્છતા. સંજોગો કે સંબંધો આપણને આધ્યાત્મિક શિખર તરફ ધક્કો મારવાનો પૂરો પ્રયત્ન કરતા રહે છે અને તેમ છતાં આપણે ઉપર ચડવાની હિંમત નથી કરતા. નીચેનું પગથિયું છૂટી ગયું, એનો અફસોસ કર્યા કરીએ છીએ.

‘ફિઅર ઓફ અનનોન’ કે અજ્ઞાતના ભયને કારણે આપણી આસપાસ રહેલી જ્ઞાત અને પરિચિત પીડાઓ આપણે ભોગવ્યા કરીએ છીએ. ભવિષ્યમાં આપણા જીવનમાં કોઈ વધુ સારી વ્યક્તિ કે ચેતના પ્રવેશી શકે, આપણે એ શક્યતાને જ સ્વીકારવા તૈયાર નથી હોતા. અને માટે આપણે એકના એક સંબંધ કે પીડાને જીવ્યા કરીએ છીએ. એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જ નથી કરતા.

So as Rumi said, “keep breaking your heart until it opens’

આપણો દરેક સંબંધ, આપણા આધ્યાત્મિક શિખરના આરોહણમાં આવતો મુકામ છે. ત્યાં રોકાણ કરી શકાય, રહેઠાણ નહીં. ત્યાં વિરામ કરવાનો હોય, વસવાટ નહીં. એ મુકામ પાસેથી મળતા સ્મરણો લઈને આગળ વધવાનું હોય.

તો….. બોટમલાઈન તો એ જ રહેશે. આપણો દરેક સંબંધ એક આધ્યાત્મિક એસાઈનમેન્ટ છે. એક એવી ઈમોશનલ કસરત, જે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આત્મ-જ્ઞાનની ફિટનેસ નહીં આવે.

ડૉ. નિમિત્ત ઓઝા  

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

2 thoughts on “સંબંધો પીડા કેમ આપે છે ?

  1. 11 ડિસેમ્બર, વિશ્વ પર્વત દિવસની સાર્થકતા પૂરવાર. આધ્યાત્મિક મનોવિજ્ઞાનના આ વાસ્તવિક દ્રષ્ટિકોણ નિરાશાની તળેટીએથી આશાવાદના શિખર તરફની ગતિ ચોક્ક્સ વધારશે. અભિનંદન. 👏💐

    Liked by 1 person

  2. અનુભવેલી અનુભૂતિ ને સાવ સાચી વાત…. all selflessly followed emotional relationship and their side effects are the stepping stone towards yourself….!!! Very True
    Thank for giving words to pain and upcoming awareness!!!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: