૨૦ વર્ષ પહેલાની વાત છે. અમેરિકાના બેસ્ટ-સેલીંગ ઓથર્સમાંના એક એવા ડેવિડ પોલી, ન્યુ-યોર્ક શહેરની એક ટેક્સીમાં બેઠા. તેમને ગ્રાંડ સેન્ટ્રલ સ્ટેશન જવું હતું. થોડા જ સમય પછી, ગતિ મર્યાદા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સામેની બાજુએથી ફૂલ સ્પીડમાં એક કાર આવી. ટેક્સીના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને પોતાની ટેક્સી બાજુ પર તારવી લીધી અને એક ગમખ્વાર અકસ્માત થતા અટકાવી દીધો. ડેવિડને જીવ બચ્યાનો હાશકારો થાય, એ પહેલા જ બીજી ગાડીનો ડ્રાઈવર ગુસ્સામાં નીચે ઉતર્યો અને ડેવિડના ટેક્સી ડ્રાઈવરને અપશબ્દો કહેવા લાગ્યો. જાણે કશું જ નથી બન્યું, એ રીતે ડેવિડના ડ્રાઈવરે પેલા કાર ડ્રાઈવર સામે શાંતિથી સ્માઈલ કર્યુ, સોરી કહ્યું, સારા દિવસ માટેની શુભેચ્છાઓ આપી અને ટેક્સી મારી મૂકી. થોડે આગળ ગયા પછી આશ્ચર્ય સાથે ડેવિડે પૂછ્યું, ‘વાંક તો એનો હતો. એને કશું કહેવાને બદલે, તમે એની માફી કેમ માંગી ?’. ત્યાર પછી રીઅર-વ્યુ મિરરમાં જોઈને ટેક્સી ડ્રાઈવરે જે જવાબ આપ્યો, એના પર ડેવિડ પોલીએ એક આખું પુસ્તક લખી નાખ્યું. એ પુસ્તક એટલે ‘ધ લો ઓફ ધ ગાર્બેજ ટ્રક.’ એ ટેક્સી ડ્રાઈવરનો જવાબ આ પ્રમાણે હતો.
માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તીની ચાવી અમને અહીંથી મળી ગઈ છે. આભાર સર. 💐🙏🏻
LikeLike