મિત્રોના પ્રકારો હોય છે. કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. અમૂક ફોર્મલ મિત્રો જેમની સાથે પોલીટીકલ ચર્ચાઓ, વર્લ્ડ કપ સ્ક્વોડ અને વધતી જતી ગરમીથી વિશેષ વધારે કશું જ ડિસ્કસ ન કરી શકાય. તો કેટલાક એવા જેમની સાથે નોન-વેજ જોક્સ શેર કરી શકાય, જેમની સામે મહોરાઓ ન પહેરવા પડે, બોલતા પહેલા વિચારવું ન પડે અને જેમની હાજરીમાં આપણી માનસિક વિકૃતિઓ બિન્દાસ્તપણે ઠાલવી શકાય.
કેટલાક એવા જેમની સાથે
વાસ્તવિક આધુનિક બદલાતી પરિભાષા પ્રમાણે મિત્રતાનું પ્રત્યક્ષ વર્ગીકરણ તે એક કૌશલ્ય સભર વ્યાખ્યા રૂપ. 💐✍👏સ્વાભાવોક્તિનું સરસ ચિત્રણ .
LikeLike