‘માલપુઆ વાસી છે’

ગઈકાલે શહેરની એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં જવાનું થયું. મારી ઈચ્છા ડિનર સ્કીપ કરવાની હતી. So I just ordered a cup of coffee. ઓર્ડર રિસીવ કરવા માટે જ્યારે ‘વેઈટર’ અમારી પાસે આવ્યો, ત્યારે મારા ફેમિલી મેમ્બર્સે અલગ અલગ dishes ઓર્ડર કરી. મને હજી એ નથી સમજાતું કે ઓર્ડર આપ્યા પછી ફૂડ માટે ‘વેઈટ’ આપણે કરવાની અને છતાં ‘વેઈટર’ આપણે એક એવી વ્યક્તિને કહીએ છીએ, જે આપણને Serve કરી રહી છે. હકીકતમાં ‘વેઈટર’ શબ્દ આપણા માટે પ્રયોજાવો જોઈએ.

મજબૂરીનો યુનિફોર્મ પહેરી, એના પર ફરજીયાત સ્માઈલ ચિપકાવી, સંજોગોના ભારથી નીચા નમી, કૃત્રિમ ખેતીથી ઉત્પન્ન કરેલી વિનમ્રતા લઈ અને આપણા ઓર્ડર સાંભળીને જે સાથી મનુષ્ય આપણને Serve કરતો હોય, એને તો Server કહેવો જોઈએ, વેઈટર નહીં.

And look at the co-incidence,  જે Serve કરે છે, એ સર્વ સુધી પહોંચે છે.

એની વે, તો આઈ થોટ કે હું મારા સસરા માટે કોઈ મીઠાઈ ઓર્ડર કરું. Because he loves sweets. મને પોતાને ગળપણ માટે થોડું એવર્ઝન છે (Of course for unknown reasons !). એ વ્યક્તિઓ હોય કે મીઠાઈ, ગળી વસ્તુઓ મને બહુ માફક નથી આવતી.

તો, મેં ‘સર્વર’ને બોલાવીને કહ્યું કે ‘પ્લીઝ, આમના માટે એક ડીશ માલપુઆ લાવજો.’

એ મિત્રએ વિનમ્રતાથી કહ્યું, ‘સર, અવેલેબલ નથી.’

આ જવાબ સાંભળીને મને આશ્ચર્ય થયું. કારણકે પંદર મિનીટ પહેલા એ રેસ્ટોરન્ટના આલા-ગ્રાન્ડ બુફે ડિનરની ડિસ્પ્લે ડીશીઝમાં મેં પોતે માલપુઆ જોયેલા. એ જોઈને તો મને એ ઓર્ડર કરવાનો વિચાર આવેલો !

તો મેં કહ્યું, ‘પણ બુફેમાં તો છે. જે આઈટમ બુફેમાં હોય, એ તમે ‘આલા કાર્ટ’માં ન આપી શકો ?’

‘સર, ચેક કરી લઉં.’ કહીને તે ક્યાંક ગાયબ થઈ ગયો. થોડીવાર પછી અમારા ટેબલ પાસે એ પાછો ફર્યો.

મને કહે, ‘સર, અવેલેબલ છે.’

‘હંમ, છે ને !’ મારા ઘમંડી ચહેરા પર એક વિજયી સ્મિત આવ્યું, ‘તો લેતા આવો.’

‘સર, એ તમારા માટે નથી.’

મેં પૂછ્યું, ‘કેમ ?’

એણે નિખાલસતાથી જવાબ આપ્યો, ‘સર, એ ફ્રેશ નથી. વાસી છે.’

‘ફ્રેશ નથી એટલે ? સવારે બનાવેલા છે ?’

‘ના સર, ગઈકાલના છે.’

‘પણ બીજા બધાને તો તમે આપશો ને ! તો એમનું શું ?’

‘સર, હું ખાતરી આપું છું કે આ ખાધા પછી કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તમને પણ નહીં થાય. તમે કહો તો લેતો આવું. પણ મને એવું લાગ્યું કે મારે તમને કહી દેવું જોઈએ કે માલપુઆ ફ્રેશ નથી.’

‘અચ્છા !’ એ વ્યક્તિએ મને વિચાર કરતો કરી દીધો.

‘સર, તમે કહેતા હો તો લેતો આવું. મને તો Serve કરવામાં શું વાંધો હોય ? પણ તમે અમારા રેગ્યુલર ગેસ્ટ છો, એટલે તમને જણાવી દીધું.’

‘ના, રહેવા દો’ મેં કહ્યું and he left.

પણ આ એક સામાન્ય લાગતા પ્રસંગે મારી અંદર મૂલ્યો અને આદર્શોનું તોફાન સર્જી દીધું છે. મને વારંવાર એકનો એક વિચાર આવ્યો કે ‘એને શું જરૂર હતી એ કહેવાની કે માલપુઆ વાસી છે.’ ન કહ્યું હોત, તો ન ચાલત ? ફાઈનલ બીલમાં માલપુઆની એક ડીશ એડ થાય, તો ફાયદો રેસ્ટોરન્ટ ને જ હતો ને !

અથવા તો આ હકીકત જાણ્યા પછી એ રેસ્ટોરન્ટના માલિક કે મેનજરને મેં આ વિશે ફરિયાદ કરી હોત તો એક બીઝનેસ સિક્રેટ રીવીલ કરવા બદલ એ ‘સર્વર’ની નોકરી ગઈ હોત ને ! પણ એણે આવું કશું જ ન વિચાર્યું.

આપણા ટેબલ પર આવા લોકો ફક્ત ફૂડ આઈટમ્સ જ નહીં, વેલ્યુઝ પણ Serve કરતા હોય છે. કોઈ રેસ્ટોરન્ટની પોલિસી કે એના બીઝનેસ પ્રોટોકોલની ડીટેઈલ્સમાં મારે નથી જવું, મારે એ મિત્રમાં રહેલા હ્રદયના ઊંડાણ સુધી જવું છે. એણે પોતાની અંદર સ્થાપેલા આદર્શો અને મૂલ્યોનો પ્રવાસ કરવો છે.

મારી એવી લાયકાત નહોતી કે આ વ્યક્તિને હું કોઈ ‘ટીપ’ આપી શકું. હકીકતમાં, ‘ટીપ’ તો એણે મને આપેલી ! નિસબત, નિષ્ઠા અને પ્રામાણિકતાની. સાવ સામાન્ય લાગતું કામ કરનારો એક માણસ પોતાના એક ઓર્ડીનરી જેસ્ચરથી કેટલી મોટી અને ઊંડી અસર છોડી જતો હોય છે. અને આપણે એવું વિચારીએ છીએ કે મારા એકલાના બિહેવિયરથી આ સમાજમાં શું ફેર પડવાનો છે ?

નિષ્ઠા અને નીતિમત્તા બહુ ચેપી રોગ છે. એ કરપ્શન કરતા પણ વધારે ઝડપથી ફેલાય છે. બસ, જરૂર છે આવા ‘સુપર સ્પ્રેડર્સ’ની !

રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે મારા મનમાં એક છેલ્લો પ્રશ્ન પોપ-અપ થયો. ‘માલપુઆનું આ રહસ્ય એણે ફક્ત મને જ કેમ કહ્યું ?’

મારામાં રહેલી ‘રેશનલ’ બાજુએ ખૂણામાં જઈને મને જવાબ આપ્યો કે ભૂતકાળમાં મેં પણ કોઈ પેશન્ટને આટલી જ પ્રામાણિકતાથી કહ્યું હશે કે ‘તમને સર્જરીની જરૂર નથી. દવાથી જ મટી જશે.’

Isn’t it strange? આપણે બીજાને જે અને જેટલું Serve કરીએ છીએ, એ અને એટલું જ આપણા ટેબલ પર પાછું આવે છે. પણ પ્રોબ્લેમ એક જ છે કે માલપુઆ વેચવાની લાલચમાં આપણે કોઈ કબૂલી નથી શકતા કે માલપુઆ વાસી છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

5 thoughts on “‘માલપુઆ વાસી છે’

 1. સમાજના દરેક દરજજાના વ્યક્તિત્વ પાસેથી શીખેલ મૂલ્યની છબી એક ઉત્કૃષ્ઠ લેખક જ આ રીતે ઉત્તમ ઉપસાવી શકે. આપના દરેક લેખ અમારી વિચારધારા બદલી રહ્યાં છે. ભાવનગરના લેખન કૌશલ્ય પ્રણામ. 💐🙏🏻

  Liked by 1 person

 2. Superb! There was an incidence which happened with me after my first miscarriage. We went to consult a doctor in India whether it’s okay for us to plan for a baby again. After scanning he asked me for a operation of cyst. I didn’t google that as I was so scared after miscarriage and was again anxious whether to go for a surgery or not .
  Again I went to a lady gynac who was considered very strict and harsh in her behavior but very practical and authentic in opinion. My father had good respect for her opinion. She examined me and I told one of the doc has asked for operation. She did check up twice and scanned thoroughly and said you do not need any operation.
  Just be positive you are alright and ready to convince again.

  You do not need surgery is such a relief. Like a blessing. Like a gift . A pleasant surprise.
  Those doctors who can say this honestly are not less than supreme lord.
  Thankyou for saying this to anyone and blessing them.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: