મેલ એટેન્શન સર્વસ્વ નથી

મેં મારી દીકરીને એક પત્ર લખ્યો છે. અત્યારે તે ફક્ત આઠ વર્ષની જ છે એટલે અત્યારે એને આ નહીં સમજાય. પણ મોટી થયા પછી એને આ પત્રનું મહત્વ સમજાશે. પછી મને લાગ્યું કે આ પત્ર મારે દરેક દીકરી સાથે શેર કરવો જોઈએ.

મારી સાથે કોફી પીશો?

મને ખબર નથી કે કેટલા મિત્રો આવી શકશે પણ આ રવિવારની સવારે આપણે સાથે કોફી પીશું. ભાવનગરના પુસ્તક પ્રેમીઓ માટે બુકપ્રથા ‘સર્જક સાથે સંવાદ’નું આયોજન કરી રહ્યું છે. આ રવિવારે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપની સાથે ‘નોન-ફોર્મલ વાર્તાલાપ’ કરવા માટે, મારે હાજર રહેવાનું છે. વાતો કરશું પુસ્તકોની, લેખન અને સાહિત્યની, દેશ અને દુનિયાની. કોઈ ફિક્સContinue reading “મારી સાથે કોફી પીશો?”

વેલેન્ટાઇન વગરનો વેલેન્ટાઇન ડે !

એકલા રહી ગયેલા અને એકલા થઈ ગયેલા તમામને વેલેન્ટાઇન ડેનો ડર લાગતો હોય છે કારણકે એ દિવસે જો ગમતી વ્યક્તિ આપણી સાથે હોય જ નહિ, તો શેની ઉજવણી ? વેલેન્ટાઇન ડે એ પ્રેમનો વાર્ષિકોત્સવ છે. આખું વર્ષ આપણી અંદર ચુપચાપ પાંગરેલા પ્રેમને સ્ટેજ પર ચડાવી, શણગારીને અભિવ્યક્ત કરવાનો એ વિધિવત સાંસ્કૃતિક કાર્યક્રમ છે. પણ એContinue reading “વેલેન્ટાઇન વગરનો વેલેન્ટાઇન ડે !”

કચરાગાડીનો સિદ્ધાંત

૨૦ વર્ષ પહેલાની વાત છે. અમેરિકાના બેસ્ટ-સેલીંગ ઓથર્સમાંના એક એવા ડેવિડ પોલી, ન્યુ-યોર્ક શહેરની એક ટેક્સીમાં બેઠા. તેમને ગ્રાંડ સેન્ટ્રલ સ્ટેશન જવું હતું. થોડા જ સમય પછી, ગતિ મર્યાદા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સામેની બાજુએથી ફૂલ સ્પીડમાં એક કાર આવી. ટેક્સીના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને પોતાની ટેક્સી બાજુ પર તારવી લીધી અને એક ગમખ્વાર અકસ્માતContinue reading “કચરાગાડીનો સિદ્ધાંત”

વેક્સિન લેવી કે નહીં ?

શું કામ આપણને વેક્સીન પર શંકા થાય છે ? ભારતમાં બનેલી જે વેક્સીન આપણે અન્ય દેશોમાં મોકલી રહ્યા છીએ, એ જ વેક્સીનની સેફ્ટી કે જરૂરીયાત વિશે આપણા મનમાં ડાઉટ કેમ છે ? કોરોના હજુ નાબુદ નથી થયો. ફક્ત તેના કેસીસ ઘટી રહ્યા છે. આજ નહીં તો છ મહિના કે એક વર્ષ પછી જો આ બીમારીContinue reading “વેક્સિન લેવી કે નહીં ?”

સફળતા એટલે શું ?

એમેઝોનના સ્થાપક અને સી.ઈ.ઓ જેફ બેઝોસ આ પૃથ્વી પરના સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લી માહિતી પ્રમાણે તેમની નેટ વર્થ બસો બિલીયન ડોલર્સ છે. એટલે કે બગડાની પાછળ અગિયાર મીંડા ! આટલી બધી આર્થિક સમૃદ્ધિ મેળવનાર તેઓ ઈતિહાસના પહેલા વ્યક્તિ છે. આપણી રૂઢીગત માન્યતા અને માપદંડ પ્રમાણે તેમને નિર્વિવાદ રીતે વિશ્વના સૌથી સફળ મનુષ્ય કહી શકાય.Continue reading “સફળતા એટલે શું ?”

ત્યારે કદાચ લગ્નનો અર્થ સમજાશે

ત્યારે કદાચ લગ્નનો અર્થ સમજાશે. આપણને બહાર બેસાડીને આપણા જીવનસાથીને ડૉક્ટર થોડા ગંભીર થઈને કહેશે, ‘છેલ્લા સ્ટેજનું છે.’ અને આપણને કહેવામાં આવશે ‘કાંઈ ચિંતા કરવા જેવું નથી.’ આવનારા મૃત્યુના ભયની સામે, બાજુમાં બેઠેલી વ્યક્તિનો હાથ કચકચાવીને પડકી શકીએ એટલે જ કદાચ આ લગ્ન જેવું કંઈક અસ્તિત્વમાં આવ્યું હશે. નહીં તો એ ઉંમરે, હાથમાં બાયોપ્સીનો પોઝીટીવContinue reading “ત્યારે કદાચ લગ્નનો અર્થ સમજાશે”

બેડપેન કોણ આપશે ?

અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. ત્યારે ફક્ત આંખો જ નહિ, ચાદર પણ ભીની થાય છે. ઓશિકા, ગાદલા, કપડા બધું જ પલળે અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય અને એ આપણો વટ. કેટલાક વર્ષો પહેલા ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. ફરી પાછુંContinue reading “બેડપેન કોણ આપશે ?”

ધ હેજહોગ ડાઈલેમા

જર્મન ફિલોસોફર આર્થર શોપેનહોઅરે પોતાના એક પુસ્તકમાં સૌપ્રથમ આ ઘટનાનો ઉલ્લેખ કરેલો. હેજહોગ એટલે શેળો, જેના શરીર પર કાંટા હોય. શિયાળાની ઋતુમાં ઠંડી સહન ન થવાથી એકબીજાની હૂંફ મેળવવા માટે, શેળા એકબીજાની નજીક આવતા. એકબીજાને વળગેલા રહીને તેઓ ઠંડી સામે રક્ષણ મેળવતા. પણ અલગ થયા પછી તેઓ નોટીસ કરતા કે એકબીજાના કાંટા વાગવાથી તેમના શરીરContinue reading “ધ હેજહોગ ડાઈલેમા”

ગુલાબ કોને આપશો?

થોડાક સમય પહેલાની વાત છે. પચાસેક વર્ષના એક દર્દી મારી પાસે આવ્યા. થેલીમાંથી રીપોર્ટ કાઢતી વખતે, તેમની થેલીમાં રહેલું એક ગુલાબ જમીન પર પડ્યું. તેમણે એ ગુલાબ ઉઠાવીને તરત પોતાના ખિસ્સામાં મૂકી દીધું. એ ઘટના મેં જોઈ. મેં તેમને મજાકમાં કહ્યું, ‘કોઈક નસીબદાર છે, જેને આજે ગુલાબ મળવાનું લાગે છે.’