સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. તકલીફોનો સ્વીકાર. જ્યાં સુધી પીડિત અને થેરાપીસ્ટ, બંને પીડિતની તકલીફોનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી સારવાર શરૂ જ નથી થતી. મારી સામે રહેલું દર્દી જ્યાં સુધી પોતાની પીડા, તકલીફો કે ફરિયાદોની પ્રામાણિક કબુલાત નથી કરતું, ત્યાં સુધી બધી જ તકલીફો એ દર્દીની અંદર રહે છે. હું આને ‘ફર્સ્ટ બ્લોક’ કહીશ.Continue reading “તમે જ તમારા થેરાપીસ્ટ”
Author Archives: drnimittoza
હાર્ટ-બ્રેક જરૂરી છે
આપણા હાર્ટ-બ્રેક પછી આપણું ‘એક્સ’ પાત્ર અન્ય કોઈ સાથે હનીમૂન કરવા માટે નીકળી જાય, એ અત્યંત જરૂરી હોય છે. કારણકે પીડાના શિખરે પહોંચ્યા પછી જ આપણી ‘હિલીંગ પ્રોસેસ’ શરૂ થતી હોય છે. મટવા માટે દુખવું જરૂરી છે. જ્યાં સુધી કશું તૂટતું નથી, ત્યાં સુધી કશું ય ખૂલતું નથી. As Rumi Said, ‘Keep breaking your heartContinue reading “હાર્ટ-બ્રેક જરૂરી છે”
સાથે શું આવશે?
એક સર્વાઈવલ ટેકનીક
હમણાં એક આર્મી ઓફિસર જોડે વાત થઈ. હું એમને પૂછતો’તો કે દુશ્મનો કે આતંકવાદીઓ સામે લડાઈ કરતી વખતે જ્યારે સામેથી ગોળીઓનો વરસાદ થતો હોય ત્યારે મૃત્યુનો ડર નથી લાગતો ? એમનો જવાબ સાંભળીને મને એવું લાગ્યું કે હકીકતમાં આપણે એમને ‘ફોલો’ કરવા જોઈએ. એમના ફેસબુક પેજ, એમના બ્લોગ, એમની વાતો વાચવી અને સાંભળવી જોઈએ. આContinue reading “એક સર્વાઈવલ ટેકનીક”
તમારું ધ્યાન રાખજો
‘તમારું ધ્યાન રાખજો’ એ સલાહ કે આદેશ નથી, તે એક નિસબત છે. આપણે જ્યારે કોઈને પોતાનું ધ્યાન રાખવાનું કહીએ છીએ, ત્યારે એ વ્યક્તિને જવાબદારી નથી સોંપતા. એ વ્યક્તિને પ્રેમ કરવાની કબુલાત કરીએ છીએ. આ માટીનું શરીર લઈને ફર્યા કરો છો, તો કોઈપણ વરસાદમાં ધોવાણ થઈ જવાની શક્યતા છે. માટે તમારું ધ્યાન રાખજો. એક તો કાગળContinue reading “તમારું ધ્યાન રાખજો”
પ્રેગ્નન્સી દરમિયાન ફોટોશૂટ નહીં કરાવો, તો ચાલશે. પણ ગિજુભાઈના પુસ્તકો વાચજો. સૂર્યમૂખીએ કઈ દિશામાં અને કેટલું ઊગવું જોઈએ ? એવું માર્ગદર્શન આપનારા વાલીઓએ યુદ્ધના ધોરણે ગિજુભાઈને વાચવાની જરૂર છે. જેમણે બાળ-ઉછેર અને બાળ-શિક્ષણના સિદ્ધાંતો બદલી નાંખ્યા, જેમણે બાળ-કેળવણીના ક્રાંતિકારી વિચારો આપ્યા, જેમણે પોતાની છાતી ચીરીને બતાવી દીધું કે એક પુરુષની અંદર પણ માતૃત્વ રહેલું હોયContinue reading
આપણે હજુય શું કામ જીવી રહ્યા છીએ ? એનો જવાબ આપણી કોઈ પાસે નથી. ‘કોઈ જીવલેણ બીમારીથી તમારું મૃત્યુ શું કામ ન થવું જોઈએ ?’ એવો સવાલ જો કુદરત આપણને પૂછે, તો આપણે નિરુત્તર છીએ. રોજ ભરાઈ રહેલા અસંખ્ય ડેથ સર્ટીફીકેટ્સમાં હજી સુધી આપણું નામ નથી, એ આપણી લાયકાત કે ઉપલબ્ધી નથી. એ ઈશ્વરની ઉદારતાContinue reading
કદાચ આ જગત ચાલ્યા કરે
એક ડૉક્ટર તરીકે અમારી પાસે બે પ્રકારના દર્દીઓ આવતા હોય. એક એવા પ્રકારના જેઓ કહેતા હોય, ‘કંઈક એવી દવા આપોને કે ભૂખ લાગે.’ અથવા તો એવું પૂછે કે ‘શું કરીએ તો ભૂખ લાગે ?’ અને બીજા એવા પ્રકારના દર્દીઓ જે કહેતા હોય, ‘ભૂખ તો લાગે છે પણ શું કરીએ ?’ ક્યારેક એવું લાગે કે આContinue reading “કદાચ આ જગત ચાલ્યા કરે”
એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી. જ્ઞાનનો એContinue reading
Stimulate your vagus nerve
બહુ ઓછા લોકોને એની જાણ હશે કે આપણું શરીર બે પ્રકારની ‘નર્વસ સીસ્ટમ’ના પ્રભાવમાં હોય છે. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ અને પેરાસિમ્પથેટીક નર્વસ સીસ્ટમ. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એટલે એડ્રીનાલિન રશ. ‘ફ્લાઈટ ઓર ફાઈટ રીએક્શન’. જ્યારે આપણે ભય, ચિંતા કે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આ નર્વસ સીસ્ટમ એક્ટીવેટ થાય છે. એ આપણને ભયનો સામનો કરવા (ફાઈટ) અથવાContinue reading “Stimulate your vagus nerve”