બેડપેન કોણ આપશે ?

અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. ત્યારે ફક્ત આંખો જ નહિ, ચાદર પણ ભીની થાય છે. ઓશિકા, ગાદલા, કપડા બધું જ પલળે અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય અને એ આપણો વટ. કેટલાક વર્ષો પહેલા ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. ફરી પાછુંContinue reading “બેડપેન કોણ આપશે ?”

ધ હેજહોગ ડાઈલેમા

જર્મન ફિલોસોફર આર્થર શોપેનહોઅરે પોતાના એક પુસ્તકમાં સૌપ્રથમ આ ઘટનાનો ઉલ્લેખ કરેલો. હેજહોગ એટલે શેળો, જેના શરીર પર કાંટા હોય. શિયાળાની ઋતુમાં ઠંડી સહન ન થવાથી એકબીજાની હૂંફ મેળવવા માટે, શેળા એકબીજાની નજીક આવતા. એકબીજાને વળગેલા રહીને તેઓ ઠંડી સામે રક્ષણ મેળવતા. પણ અલગ થયા પછી તેઓ નોટીસ કરતા કે એકબીજાના કાંટા વાગવાથી તેમના શરીરContinue reading “ધ હેજહોગ ડાઈલેમા”

ગુલાબ કોને આપશો?

થોડાક સમય પહેલાની વાત છે. પચાસેક વર્ષના એક દર્દી મારી પાસે આવ્યા. થેલીમાંથી રીપોર્ટ કાઢતી વખતે, તેમની થેલીમાં રહેલું એક ગુલાબ જમીન પર પડ્યું. તેમણે એ ગુલાબ ઉઠાવીને તરત પોતાના ખિસ્સામાં મૂકી દીધું. એ ઘટના મેં જોઈ. મેં તેમને મજાકમાં કહ્યું, ‘કોઈક નસીબદાર છે, જેને આજે ગુલાબ મળવાનું લાગે છે.’

સંબંધો પીડા કેમ આપે છે ?

કોઈ સંબંધ શું કામ તકલીફ આપે છે ? શું કામ આપણે વારંવાર લાગણીઓની ભરતી-ઓટ કે emotional turmoil માંથી પસાર થવું પડે છે ? કેમ ક્યારેક એવો વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ આપણી જિંદગીમાં આવી જ શું કામ ? અથવા જો આવી જ ગઈ’તી, તો પછી ગઈ શું કામ ? આપણા જીવનકાળ દરમિયાન આપણા સંપર્કમાંContinue reading “સંબંધો પીડા કેમ આપે છે ?”

તમે જ તમારા થેરાપીસ્ટ

સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. તકલીફોનો સ્વીકાર. જ્યાં સુધી પીડિત અને થેરાપીસ્ટ, બંને પીડિતની તકલીફોનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી સારવાર શરૂ જ નથી થતી. મારી સામે રહેલું દર્દી જ્યાં સુધી પોતાની પીડા, તકલીફો કે ફરિયાદોની પ્રામાણિક કબુલાત નથી કરતું, ત્યાં સુધી બધી જ તકલીફો એ દર્દીની અંદર રહે છે. હું આને ‘ફર્સ્ટ બ્લોક’ કહીશ.Continue reading “તમે જ તમારા થેરાપીસ્ટ”

હાર્ટ-બ્રેક જરૂરી છે

આપણા હાર્ટ-બ્રેક પછી આપણું ‘એક્સ’ પાત્ર અન્ય કોઈ સાથે હનીમૂન કરવા માટે નીકળી જાય, એ અત્યંત જરૂરી હોય છે. કારણકે પીડાના શિખરે પહોંચ્યા પછી જ આપણી ‘હિલીંગ પ્રોસેસ’ શરૂ થતી હોય છે. મટવા માટે દુખવું જરૂરી છે. જ્યાં સુધી કશું તૂટતું નથી, ત્યાં સુધી કશું ય ખૂલતું નથી. As Rumi Said, ‘Keep breaking your heartContinue reading “હાર્ટ-બ્રેક જરૂરી છે”

એક સર્વાઈવલ ટેકનીક

હમણાં એક આર્મી ઓફિસર જોડે વાત થઈ. હું એમને પૂછતો’તો કે દુશ્મનો કે આતંકવાદીઓ સામે લડાઈ કરતી વખતે જ્યારે સામેથી ગોળીઓનો વરસાદ થતો હોય ત્યારે મૃત્યુનો ડર નથી લાગતો ? એમનો જવાબ સાંભળીને મને એવું લાગ્યું કે હકીકતમાં આપણે એમને ‘ફોલો’ કરવા જોઈએ. એમના ફેસબુક પેજ, એમના બ્લોગ, એમની વાતો વાચવી અને સાંભળવી જોઈએ. આContinue reading “એક સર્વાઈવલ ટેકનીક”

તમારું ધ્યાન રાખજો

‘તમારું ધ્યાન રાખજો’ એ સલાહ કે આદેશ નથી, તે એક નિસબત છે. આપણે જ્યારે કોઈને પોતાનું ધ્યાન રાખવાનું કહીએ છીએ, ત્યારે એ વ્યક્તિને જવાબદારી નથી સોંપતા. એ વ્યક્તિને પ્રેમ કરવાની કબુલાત કરીએ છીએ. આ માટીનું શરીર લઈને ફર્યા કરો છો, તો કોઈપણ વરસાદમાં ધોવાણ થઈ જવાની શક્યતા છે. માટે તમારું ધ્યાન રાખજો. એક તો કાગળContinue reading “તમારું ધ્યાન રાખજો”

પ્રેગ્નન્સી દરમિયાન ફોટોશૂટ નહીં કરાવો, તો ચાલશે. પણ ગિજુભાઈના પુસ્તકો વાચજો. સૂર્યમૂખીએ કઈ દિશામાં અને કેટલું ઊગવું જોઈએ ? એવું માર્ગદર્શન આપનારા વાલીઓએ યુદ્ધના ધોરણે ગિજુભાઈને વાચવાની જરૂર છે. જેમણે બાળ-ઉછેર અને બાળ-શિક્ષણના સિદ્ધાંતો બદલી નાંખ્યા, જેમણે બાળ-કેળવણીના ક્રાંતિકારી વિચારો આપ્યા, જેમણે પોતાની છાતી ચીરીને બતાવી દીધું કે એક પુરુષની અંદર પણ માતૃત્વ રહેલું હોયContinue reading